પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નિપજે ન કશું કો તદપિ હુંપદ હરિ માયા જોર;
ત્યારે અહં મમતા ટળે, કર ગ્રહે નંદકિશોર.
હું હરિનો હરિ મહારા, મનથી એવું જ થાય;
હરિ કૃપા તસ્કર વોળાવા, અહં મમ સફળ થઈ જાય.
કૃતિ શુભાશુભ બલ દીપથી, પણ દીપ જેમ નિર્લેપ;
ત્યમ દયાપ્રીતમ કૃષ્ણ બલ સહુ બને ન અડે ચેપ.

પદ ૯૮ મું

રચી રાખ્યું છે હરિએ જેહજી, ટળે ન કોથી નિપજે તેહજી;
ફેર પડે નહીં કોટિ ઉપાયજી, યત્ન ન ચાલે શિવ બ્રહ્માયજી.
હરિકૃતિમાં જીવ હુંપદ તેવુંજી શ્વાન શકટને તાણે જેવુંજી;
જીવનું કીધું તેટલું થાયજી, મળતું આવે હરિ ઇચ્છાયજી.

ઢાળ

ઇચ્છા હરિ અનુસરતું આવે, તે બને લહે જાણ;
ત્યમ નિત્ય નથી બનતું જુએ છે પ્રકટ શું પ્રણામ.
જ્યમ જે સમય જેટલું જેને લખ્યું નંદકુમાર;
ત્યમ તે સમે તેટલું તેને, પ્રાપ્ત હોય નિર્ધાર.
દુઃખ મૃત્યુ કો માગે ન પણ સહજે સમય સદ્ય આવે,