પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પદ ૧૦૦ મું

નામ કૃષ્ણનું શિરોમણિ સહુનુંજી, મૂળધર્મ સાધનાદિ બહુનુંજી;
જપતાં સર્વે ચિંતા ચૂર્ણજી, મનોકામના સઘળી પૂર્ણજી.
નામે નામી ઉરમાં વાસેજી, અઘ દુઃખ સંદેહ સઘળા નાસેજી;
નામે નામી નામ પ્રતીતિજી, અંતક અવિદ્યા ભાજે ભીતિજી.

ઢાળ

ભીતિ હરે હરિ પ્રીતિ આપે, પરમાનંદ પદ દાય;
શ્રીકૃષ્ણ નામ પ્રભાવ કૃષ્ણે પણ કહ્યો નવ જાય.
હરિ નામ કોટિક અપર તુલ્ય ન, નામ કૃષ્ણ વ્રજેશ;
જ્યમ બીજથી ચઢતી કળા, શશી કો ન સમ રાકેશ.
છે પૂર્ણ ઇંદુ કૃષ્ણ કેવળ, શરદ સહ શ્રીકૃષ્ણ;
નારાયણે વિધિ કહ્યું સ્કંધે, ઉત્તર સુણ વણ પ્રશ્ન.