પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઢાળ

રંગ રાખી રટવું નિરંતર, શ્રીકૃષ્ણ નામ પવિત્ર;
દીનતા ભાવે ગાન કરવાં કેવલ કૃષ્ણચરિત્ર.
સહુ ભૂત ઉપર દયા, સહુ ઇન્દ્રિય સુપથ સંતોષ;
રતિ કૃષ્ણ પતિમાં રાખવી, મતિ ગુરુચરણ નિર્દોષ.
દુસ્સંગ દુષ્કૃતિ નાસવું, કામાદિ રિપુથી દૂર;
દુઃખ સુખ લાભ સમ, હરિરૂપ રાખવું ઉર.
અહંકાર આલસ ટાળવું, ગુરુવચન પૂર્ણ પ્રતીત;
પાખંડ અસદ આલાપ, કોઈ જીવ દુઃખાતાં ભયભીત.
ચો જયંતી, ચોવીસ એકાદશી, જાગરણ યુક્ત;
વૈષ્ણવ પ્રથા નીતિ ચાલવું, ઉર અમલ જીવન્મુક્ત.
લૌકિક વૈદિક ત્યાગ, દૃઢ આશ્રય, અનન્ય વ્રજેશ;
જન દયાપ્રીતમ કૃષ્ણ રુચિ, સાધવી વૈષ્ણવ વેશ.