પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સહુ વેશ વૈષ્ણવ પૂજવો, હોય જ્ઞાની વા અજ્ઞાન;
જ્યમ ગમે તેવી ગાય પણ, ફલ તોષ દોષ સમાન.
શુભ ગુણી સાધુ સેવીએ, તે ધર્મનું સેવન;
હરિ બાનું કેવળ અર્ચવું, તે દયાપ્રભુ અર્ચન.

પદ ૧૦૭ મું

એવું બોલ્યા શ્રીગુરુસ્વામીજી, કર જોડી શીશ કહ્યું શિર નામીજી;
સંશય સઘળા મારા ટળિયાજી, પરમકૃપાળુ ગુરુ મને મળિયાજી.
કૃતકૃત્ય છું આપ પ્રતાપજી, ટળ્યાં સમૂળાં પાપ સંતાપજી;
મુજ ઈશ્વર છો શ્રીગુરુદેવાજી, મારે અધિકી હરિ તમ સેવાજી.

ઢાળ

સેવા તમારી ક્યાંથી, શ્રીકૃષ્ણ સહજ પ્રસન્ન;
થાશે જ શાસ્ત્ર શ્રુતિ કહે છે, સહિત મારું મન્ન.
દુસ્સંગ વચલો દુરાગ્રહી મુજ સમઅધમ નહિ કોય;
તે કૃતાર્થ મુજને કરે, વણ આપ એવું કોય.