પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છેश्री जगदीश्वराय नमः

दयारामकृत.

रसिकवल्लभ.

રાગ સામેરી.

પ્રથમ જ પ્રણમું શ્રી ગુરુપાયે'જી, વાહાલ્યે વંદુ શ્રીવ્રજરાયે'જી;
અષ્ટ સખા વંદુ હરિરૂપજી, રસિક શિરોમણિ કવિકુલભૂપજી. [૧]
મુજને જાણી સહુ નિજ દાસજી, મુજ હ્રદયમાં પૂરો વાસજી;
મુજને ભાસે નિજ પ્રભુ પંથજી, રચું "રસિકવલ્લભ" શુભ ગ્રંથજી.[૨]

ઢાળ.

આ ગ્રંથરચના કરું છું, ગુરૂશિષ્ય સંવાદે કરી;
જેમાં ખંડન માયાવાદ શુદ્ધાદ્વૈત પ્રતિપાદન ભરી.[૩]


  1. ૧ રાગ સામેરી–છેવટની ‘જી’ બાદ કરતા ‘ચોપાઇ’ છે. વા’લે–વાહાલથી. વ્રજરાય–કૃષ્ણ, અષ્ટસખા—સુરદાસ વગેરે આઠ પરમ ભક્ત થઈ ગયા છે તેમને અષ્ટ સખા કહે છે, રસિકશિરોમણિ–સપ્તમી તત્પુરૂષ, અષ્ટ સખાનું વિશેષણ કવિકુળભૂષણ–કવિઓના કુળના રાજા–અર્થાત્ સર્વોત્તમ કવિરૂપ અષ્ટ સખાનું વિશેષણ, અથવા હરિરૂપ અષ્ટ સખા, રસિકશિરોમણિ પુરૂષો અને કવિકુળભૂપ એવા બીજા પુરૂષો એ સર્વને હું પ્રથમ પ્રણામ કરૂં છું.
  2. ૨ રસિકવલ્લભ–રસયુક્ત અને તેથી પ્રિય. અથવા રસિક–રસજ્ઞ પુરૂષો ને વલ્લભ.
  3. ૩ ઢાળ–ઢાળનાં પહેલાં બે ચરણ હરિગીતનાં છે, તથા બાકીનાં ચરણ ૨૬ માત્રાના શંકર છંદનાં છે. માયાવાદ–જગતનું કારણ અનિશ્ચનીય (જેને સત્ કે અમત્ એ માંથી એક્કે રૂપે કહી શકાય નહિ એવી) માયા છે એવો વાદ કરનારા વેદાંતી વગેરે. શુદ્ધા દ્વૈત ઇ૦ – જે ગ્રંથની રચના શુદ્ધા દ્વૈતમતના પ્રતિપાદનથી ભરેલી છે કર્ત્તા અને કાર્ય, સ્વામી અને સેવક, જીવ અને ઇશ્વર, ઈત્યાદિ દ્વૈત (બેનુ જોડું) કહેવાય છે. બેની એકતાને દ્વૈત કહે છે.