પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઢાળ

એ કંકર ગોધૂમ ન્યાય સહુ પૂજાય મહાજન દેવ;
હરિ સંબંધ ટળતાં કંકરસમ, ઈશ્વર રહ્યા સ્વયમેવ.
પાંડવ સભા અગ્રેશ હરિ, પૂજ્યા રહ્યા સહુ જોઇ;
ગજ અનિરવચને સ્તુતિ કરી, હરિવણ ન ધાયા કોઈ.
અવતારી અંશી સર્વાત્મા, ઈશ્વર હરિ ભગવાન;
પરમાત્મ બ્રહ્મ અપાર તે, શ્રીકૃષ્ણ શ્રુતિકર ગાન.
મહાદેવ આદે મોટા સહુ, કહેવાય છે જગમાંહે;
પણ આટલા ગુણ હરિ વિષે, ન મળે કદાપિ ત્યાંહે.
સર્વેશ સ્વામી સકળના, સર્વના અંતરયામી;
સમતા ન જેહની કોઈ નહિ. કો શિશ જેહને સ્વામી.
આત્મારામ, ને આત્મયોનિ, સર્વાત્મા સહુ રૂપ;
જન દયાપ્રીતમ કૃષ્ણમાં ઇત્યાદિ સુગુણ અનુપ.


પદ ૧૭ મું

સર્વ કરે ને નહિ અહંકારજી, ગંભીરતાનો ન મળે પારજી;
નિત્ય પરિપૂર્ણ અતિ તોષજી, ગુણ કરી માને જનના દોષજી.