પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઇત્યાદિ અમર નશ્વર ફળ અવળું પડે ક્ષણમાંય:
જન દયાપ્રીતમ કૃષ્ણવણ સુખરૂપ સઘળું ક્યાંય.


પદ ૧૯ મું

હરિ વણ ઉજ્વળ પંથ ન એકજી, વામી માર્ગ અનેક્જી;
મદ્ય માંસ માગે બલિ ચંડીજી, શિવવ્રતધારી સહુ પાખંડીજી.
ધરે મુંડમાળા અસ્થિ ચર્મજી, ભૃગુને શ્રાપે અનુચિત ધર્મજી;
ક્યહું વિષય કયહાં ભ્રષ્ટાચારજી, વર્ણાશ્રમ નહિ ધર્મ લગારજી.

ઢાળ

ના ધર્મ એકાચાર સહુ, નહિ વેદશાસ્ત્ર પ્રમાણ;
તે માટ્ય કહ્યું શુક 'શિવાદિક તજ્ય, વિષ્ણુથી કલ્યાણ.'
સ્ત્રીરક્ષ ભુલ્યે ભક્ષ ભણ્યું, જય દેહિ સંકટ દઈ કહ્યું,
તે પ્રમાણે શક્તિએ કર્યું, અંતરજ્ઞપણું કહે ક્યાં રહ્યું ?
તે માટ્ય સર્વેશ્વર હરિ સમ, ઈતરમાં મતિ જે ધરે;