પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સિદ્ધાંત તેનો એ જ છે. પ્રાકૃત ન ઇંદ્રિય ધર્મ;
છે અપ્રાકૃત આનંદમય, સહુ રૂપાદિક શ્રુતિ મર્મ.
તું કહેશ, તેજોમય કહે સહુ'બ્રહ્મ ગો।ળાકાર;
તે રૂપ અક્ષર ધામ હરિ, તે માંહે છબી સાકાર.
તેહની સમીપ જે વસનાર મહા પ્રભુસદૃશ નિત્યજ સિદ્ધ;
જન દયાપ્રીતમ કૃષ્ણસું, તે રમે અચળ પ્રસિદ્ધ.

પદ ૩૨ મું

વળી સમજાવું દેઇ દૃષ્ટાંતજી, તારા મનની ટળવા ભ્રાંતજી;
જ્યમ કચ્છપ છે કર પદ મુખજી, તમે સજાતિ કહે સુખજી.
કોઈ વિજાતિ આવે જ્યારેજી, વર્તુલરૂપ થઈ જાય ત્યારેજી;
અંગ સકળ છે પણ સંતાડેજી, શૂન્ય સરીખી પિઠ્ય દેખાડેજી.