પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



છે. એનાં કાવ્યો બોધજનક છે. ‘સદાચારનું મૂલ્ય’ એ વિષય ઉપર એ કહે છે કે,

“સદાચારી મનુષ્યો દુર્દશા પામે તો પણ તેઓ હંમેશાં સદાચારીજ રહેવાનાં.

“દુરાચારી દુર્દશાને પ્રાપ્ત થાય તો પણ તેઓ શા કામના ?

“સુવર્ણનો કળશ ભાંગી જાય તો પણ આખરે સુવર્ણ જ છે.

“માટીનો ઘડો ભાંગી જાય, તો શા કામનો છે એ ?”

મનુષ્યદેહની નિંંદા કરતાં એ લખે છે કે, “હાય ! આપણે ગુલામી વેઠીએ છીએ, ભીખ માગીએ છીએ, સાત સમુદ્ર પાર કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, શાસન કરીએ છીએ, કવિતા રચીએ છીએ અને ઊંચે સ્વરે ગીત ગાઈએ છીએ. આ બધું આપણા આ પાપી પેટને ભરવાને માટે કરીએ છીએ, કે જે એક મૂઠી ચોખાની ખાતર આપણને આટલાં કષ્ટ આપી રહ્યું છે.”

ધનના લોભીઓને ઉદ્દેશીને એ વિદુષી નારી કહે છે કે, “હે મૂર્ખ મનુષ્યો ! તમે ધનના લોભમાં સખ્ત પરિશ્રમ કરો છો અને જોખમથી બચાવવા સારૂ ધનને ભોંયમાં દાટો છો, પણ સાંભળો ! તમારા દેહપિંજરમાંથી આત્મારામ ચાલ્યો જાય છે, ત્યારે તમે મહામહેનતે એકઠું કરેલું એ ધન કોણ ભોગવશે ?”

અવ્વઈ સ્ત્રી હતી. આખું જીવન કવિતા દ્વારા ઉપદેશ આપવામાં ગાળ્યા છતાં સ્ત્રીઓ સંબંધી કાંઈ ન લખે એ અસંભવિત હતું. સારી ગૃહિણીની પ્રશંસામાં એ નીચે પ્રમાણે લખે છે :—

“જે ગૃહમાં સારી પત્ની છે તે ઘરને કશી વાતની ખોટ નથી; જો એવી સન્નારી ઘરમાં ન હોય અથવા એ ગૃહિણી કર્કશા હોય, મનને દુઃખવે એવા શબ્દો બોલનારી હોય તો એ ઘર વાઘની ગુફા સમાન છે.”