પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
ઋતુ-ગીતો
 


નળિયાંમાં ન ઝીલી શકાય તેટલાં બધાં છલક્યાં. ધરતી પર ઇંદ્ર ગાજવીજ કરવા લાગ્યો. સરોવરમાં નવાં પાણી ઊભરાયાં. એવી ઋતુમાં મને નથુભાઈનો કુંવર અજુભાઈ સાંભરી આવ્યો.]

શ્રાવણ

નવ ખંડ નીલાણીય પાવન પાણીય
 વાણીએ દાદૂર મોર વળે,
શવદાસ ચડાવણ પૂંજાય શંકર
 શ્રાવણ માસ જળે સલળે;
પ્રષનાર કરે નત નાવણ પૂજાય
 શંકરરાં વ્રત સદ્ધરિયાં,
અજમાલ નથુ તણ કુંવર આલણ
 સોય તણી રત સંભરિયા.

[નવે ખંડ લીલા થઈ ગયા. પૃથ્વી પાણી વડે વિશુદ્ધ થઈ ગઈ છે. દેડકાં ને મોરલાને ફરી વાર વાચા ફૂટી છે. શિવના ભક્તો શંકરને પૂજા ચડાવી રહ્યા છે. શ્રાવણ માસ જળ ભરપૂર બન્યો છે. પુરુષો ને નારીઓ નિત્ય પૂજા માટે ન્હાવણ કરે છે. શંકરનાં વ્રત સુધરે છે. એ ઋતુમા...]

ભાદરવો

રંગ ભાદ્રવ શામ ઘટા રંગ રાતોય,
 રંગ નીલમ્બર શ્વેત રજે,
ફળ ફૂલ અપ્રબ્બળ કમ્મળ ફેલીય,
 વેલીય નેક અનેક વજે.