પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧. ગોપજનોને અથવા ખેતરોમાં કામતાં શ્રમજીવીઓને લલકારવાના ઋતુને લગતા દોહા-સોરઠા : એ દોહા–સોરઠા કાં તો છૂટાછવાયા, પ્રાસ્તાવિક જ હોય. જેમ કે

અષાઢ વરસે એલીએ,ગાજવીજ ઘમઘોર,
તેજી બાંધ્યા તરૂવરે, મધરા બોલે મોર.

મધરા બોલે મોર તે મીઠા
ઘણમૂલાં સાજણ સપનામાં દીઠાં;

કે’ તમાચી સૂમરો,રીસાણી ઢેલને મનાવે મોર
આષાઢ વરસે એલીએ ગાજવીજ ઘમઘોર.

અથવા કોઈ લોકકથા માંહેલા હોય : જેમકે મેહ-ઊજળીના બાર માસીના દોહા :

ફાગણ મહિને ફૂલ, લાગે અત સોહામણાં,
(એનાં) મોંઘાં કરવા મૂલ વળી આ વેણુધણી!

૨. સ્ત્રીઓને ગાવાનાં ગરબા–ગીતો : એમાં પણ કોઈ અમુક એકાદ ઋતુની ઊર્મિને પ્રગટ કરતું છૂટક ગીત હોયઃ જેવું કે

કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે !
મેહુલો કરે ઘનઘોર,
જોને કળામય બાલે છે મોર !
જોને નીમાળેલ બોલે છે મોર!

અથવા તો બારે માસની ઊર્મિઓને એક જ દોરે પરોવીને ગવાતા ‘મહિના’ હોય ; સીતાજીના મહિના, રાધાજીના મહિના તેમજ સર્વસામાન્યને લાગુ પડતા ‘મહિના’: જેવા કે