પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુગીતો
૧૦૯
 


ભાદોં ’તા ઉડન [૧]ભંબીરિયાં
મૈ નૂ કોયલ શબ્દ સુના.

આષાઢમાં હું કાગડા ઉડાડું છું. હે કાગા ! મને તેડી જા ! જ્યાં મારો લાલ હોય ત્યાં.

હે કાગા ! મારાં હાડમાંસ ચૂંટી ઘૂંટીને ખાઈ જજે. ફક્ત મારી બે આંખો રહેવા દેજે, કેમકે મને પતિના મિલનની ફરી એક વાર આશા છે.

શ્રાવણમાં વાદળ વરસી રહ્યું છે. નાનાં નાનાં ફોરાં પડે છે. હું કીચડમાં પગ નથી મૂક્તી, કેમકે મારી નેવળ (નૂપુર) ભીંજાઈ જાય.

તમે ગયાંને આજ ચાર વર્ષ થઈ ગયાં. હવે તમને દીઠા વિના જિવાતું નથી. ભાદરવામાં ભમરા ઊડે છે. કોયલના શબ્દ સંભળાય છે.

થાલી ટુટ્ટી કંઢેઓં ચીરે વાલેઆ,
મેરે માહી નૂં ફુટડી મસ્સે

અબ તો બૈઠેઆઁ ઘર ગાલિયાં દિંદડી
તેરે નૈણાં દી સૈહ સૌંહ સસ્સે

દિન્દી હૈ તાઁ દેણ દે ભાગ–સલોનિએ
મેરી નાજુક જેહીએ નારે,

જે સુખ કટેઆ પેઈએ દુઃખ કટ સસ્સૂદે,
તેરે નૈણાં દી સૌહ, નાલે !

અસ્સૂ તાઁ ઔંસિઆ પાઉદી
મેરા કદ ઘર આવે પિયા !


  1. ૧. ભમરા.