પૃષ્ઠ:Rutugeeto.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુગીતો
૪૧
 


[૧]દો બીજ આખાતીજરે દન, અતગ જળ ધર ઊભરે,
જસ લિયણ તણ રત માલ જામં સતન વીસળ સંભરે.

[રોણીઆં, જાંબુ, રાવણાં ને ગળી દ્રાક્ષ પાક્યાં. ઉત્તમ ખાંડમાંથી પેટીની સાકર પડવા લાગી : વૈશાખ મહિને કેરીની સાખો ગળવા લાગી.

વૈશાખ મહિને વાયરા વાયા. અઢળક આંબા આવ્યા (ફળ્યા). લૂંબા-ઝૂંબ દાડમ આવ્યાં. તેવાં જ અઢળક લીંબુ લચ્યાં. તમામ વનસ્પતિ ઝકુંબી રહી છે. બીજ અને અખાત્રીજ (અક્ષયતૃતીયા) ના બે દિવસે ધરતીની અંદર ઊંડાણમાંથી પાણી ઊભરાય છે. એ ઋતુમાં......]

જેઠ

ગ્રીખમ રત પવને ગરમ,
[૨]વાજાળાં ઘત વેઠ;'
[૩] તડ સૂકે વસમી તકે
જળ ત્રૂટે દન જેઠ.

જગ જેઠરા દન કઠણ જાણાં રાવ રાણા રાજીએ,
દેવતા ભોળાનાથ [૪]દૂણી શંભુ [૫]વજિયા સાજીએ;


  1. ઉપરની બાફ લાગવાથી પૃથ્વીનાં ઊંડા પડોનું પાણી ઉભરાઈને ઊંચે આવે છે, એથી જ વનસ્પતિ નવું પોષાણ પામીને ચૈત્ર વૈશાખે કોળે છે. પ્રચલિત ઉક્તિ છે કે ‘વૈશાખે વન વળે.’
  2. જેઠ મહિનામાં ઘોડાંને કૌવતદાર કરવા માટે ‘ઘી વેઠવા’ નો ચાલ હતો. વાજાં : (સંસ્કૃત ‘વાજિન્’ પરથી)ઘોડાં.
  3. તડ : તળાવ (સં. ‘તડાગ’ પરથી)
  4. ૪.દૂણી : દૂ+ગણી : બમણી.
  5. વિજયા.