પૃષ્ઠ:Rutugeeto.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
ઋતુ-ગીતો
 

[૧]

અત ઘોર બાદલ, નખત આદ્રા. ઘટા અંબર ઘરહરે,
જસ લિયણ તણ રત માલ જામં સતન વીસલ સંભરે.

[ગ્રીષ્મ ઋતુના ગરમ વાયુ વાય છે. ક્ષત્રીઓ પોતાના ઘોડાને ઘી પીવરાવે છે. તળાવો સૂકાયાં છે. એવા જેઠ મહિનાના દિવસોમાં જળના પ્રવાહ ત્રુટી ગયા છે.

એવા જેઠના દિવસો તો રાવ રાણાને પણ મુશ્કિલ થઈ પડ્યા છે. ભોળા દેવ શંકર પણ બેવડી વિજ્યા (ભાંગ) પીવે છે. એ આર્દ્રા નક્ષત્રની અંદર ઘનઘોર મેઘલ ઘટા આકાશને ઘેરી રહી છે. એ વખતે મને વીસળ યાદ આવે છે.]


  1. આર્દ્રા નક્ષત્ર ન વરસે તો વર્ષ બૂરું નીવડે. લોકોક્તિ છે કે—

    મૃગશર નો વાયાં વાવલાં, આર્દ્રા ન વરસ્યાં મે;
    જોબન પૂતર ન જાયા, ત્રણે ધાઠાં તે.


અર્થ— મૃગશીર્ષ નક્ષત્રમાં જો વા ન વાય, આર્દ્રા નક્ષત્રમાં જો વરસાદ ન વરસે, અને યુવાવસ્થામાં જો પુત્ર ન જન્મે, તો પછી એ ત્રણે નિષ્ફળ જ ગયાં સમજવાં.