પૃષ્ઠ:Rutugeeto.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રવેશક


ઋૃતુ-સૌંદર્યનું દર્શન અને તેમાંથી થતું ઋતુ-ગાનનું સર્જન, એ આપણા દેશમાં આજકાલની વાત નથી, વેદકાલ જેટલી જૂની છે. વેદનુ સાહિત્ય તો સારું યે પ્રકૃતિનાં ગુણગાનથી છવાયું છે. એમાં ઋતુઓની રમ્યતા ઠેરઠેર અંકિત થઈ છે, અને ઋૃતુઓનો. સીધો ઉલ્લેખ અથર્વ વેદ કા.-૧૨, સૂ. ૧ ની અંદર આ રીતે થયો છે.

“હે ભૂમિ ! તારી ઋતુઓ, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર, વસંત, વિહિતવર્ષો અને અહોરાત્રિ,હે પૃથ્વી ! અમને દૂઝો.” [પૃથ્વીસૂક્તઃશ્લોક ૩૬]

વેદમાં ‘પર્જન્ય’ અર્થાત્ જળદેવતાનું જે આવાહન છે, તે પણ heroic and devotional element–શૌર્ય અને ભક્તિતનાં તત્ત્વોથી ભરપૂર છે.વર્ષા ઋતુના મેઘને નિહાળી ઋષિઓએ બુલંદ સ્વરે સરિતાતટો ને વનજંગલો ગજાવ્યાં કે,

“રથીની જેમ ચાબૂક વડે અશ્વોને મારતો વર્ષ્ય દૂતોને પ્રગટ કરે છે : દૂરથી સિંહની ગર્જના ઊંચી ચઢે છે–જ્યારે પર્જન્ય આકાશને વરસાદવાળું કરે છે.

“પવનો વાય છે, વીજળીઓ પડે છે,ઔષધિઓ ઊંચી જાય છે, આકાશ પુષ્ટ થાય છે,સમગ્ર ભુવનને આટે અન્ન પેદા થાય છે – જ્યારે પર્જન્ય વીર્યથી પૃથ્વીનું રક્ષણ કરે છે.” (ઋગ્વેદ મં.૫: સૂ. ૮૩)