પૃષ્ઠ:Rutugeeto.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુગીતો
૪૭
 


ખાદ્યો) મગાવીને ગોરીઓ રમત રમત ગમત કરે છે. વાજિંત્રો બજાવે છે. વસંત એવા રંગો બતાવે છે. એવી ઋતુમાં.......]

વસંત–ગ્રિષ્મ

ચૈત્ર વૈશાખે ચોતરફ, ફહેરે બસંત ફોહાર;
અણ રત તખતેં આવિયેં, વખતાહર અણવાર !

મધુ–કુંજ ફહેરે, અંબ મહેરે, મહક દહે રે મંજરા,
કોકિલ કહેરે, શબદ શહેરે, કુંજ લહેરે મધુકરાં;
સર કુસુમ બહેરે, ઉર ન સહે રે, પ્રીત ઠહેરે પદમણી,
૨ઢરાણ હિમ્મત વળ્યે અણ રત ધરણ સર માતર–ધણી !

[ચૈત્ર વૈશાખમાં ચોમેર વસંતની ફોરમો ફોરે છે. એવી ઋતુમાં હે વખતસંગના પૌત્ર ! તખ્ત પર આવો!

મધુભરી કુંજો ફોરે છે. આંબા મહોર્યા છે. મંજરીઓ મહેક દઈ રહી છે. સરવા શબ્દે કોયલો કિલ્લોલ કરે છે. કુંજોની અંદર ભમરા લહેરાઈ રહ્યા છે. માથા પર કુસુમો વેરાય છે. પદ્મણીઓનાં ઉરમાં પ્રીતિ ઠેરાતી રોકાતી નથી. એવી એવી ઋતુમાં......]

ગ્રીષ્મ

જેઠ અષાઢ ઝળૂંબિયા, [૧]ભુવણ પ્રળમ્બે ભાણ;
ગ્રીખમ સુરતા ગેહરી, ચિન્ત ધર્યે ચહુઆણ.

ચહુવાણ [૨]મિન્તં, ધર્યે ચિન્તં, [૩]પ્રાગ નીત પ્રગ્ગળં,

બાગાં બણીતં, હોજ હીતં, નીર સીતં [૪]ત્રમ્પળે;

  1. ભુવન.
  2. મિત્ર.
  3. પરાગ.
  4. નિર્મળ.