પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
સાહિત્યને ઓવારેથી
 


    આ લેખનાયકના અવસાનના સમાચાર સાંભળી લેખક પણ એકાએક શોકગ્રસ્ત થાય છે, વિશેષે તો તેના પોતાના સદ્‌ગત સાથેના અંગત ગાઢ સ્નેહસંબંધને લીધે. ચંદ્રશંકરભાઈ પોતે આ લેખ વાંચશે, એમ મારી તીવ્ર ઇચ્છા હતી. પણ સર્વભક્ષક કાળની સત્તા આગળ આજે આ હવે અશક્ય બન્યું છે. લેખમાં, છેલ્લા વાક્યના ઉમેરા વિના, આ અવસાનપ્રસંગ પછી યે કોઈપણ જાતનો ફેરફાર કરવો મને જરૂરી નથી જણાયો; કારણકે લેખ ચંદ્રશંકરભાઈની હયાતીમાં જ લખાયો હોવા છતાં, વિવેક, સંયમ, સદ્ભાવ અને ગુણદર્શનનાં તત્ત્વોથી અંકિત થયેલો મને લાગે છે. તેથી પ્રસંગોચિત કે ઉપચારયુક્ત વધુ સહાનુભૂતિ દર્શાવ્યા વિના લેખને તેના સ્વાભાવિક સ્વરૂપે જ અત્ર પ્રસિદ્ધ કર્યો છે, અને આમ તેને ‘અર્ધ્ય’ના બીજા ખંડમાં ન ખસેડતાં તેના અસલ સ્વરૂપે ‘અવલોકન’માં જ રાખ્યો છે.—કર્તા