પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરસિંહ મહેતો: આદિ ભક્તકવિ
૧૪૧
 


(૭) નરસિંહ મહેતા જૂનાગઢમાં ક્યાં રહેતા ? હાલનો ચોરો જો તેમનું નિવાસસ્થાન હોય તો તે ભાગમાં અસલ નાગરવાડો હતો એમ લેખથી કે ઇતિહાસથી સિદ્ધ થાય છે કે કેમ ?
(૮) નરસિંહ મહેતાના વખતમાં ગુજરાતી ભાષા કયા સ્વરૂપે પ્રચલિત હતી ? નરસિંહે કયા સ્વરૂપમાં તેનાં મૂળ કાવ્યો લખ્યાં ? તેની કૃતિઓની જૂનામાં જૂની પ્રત કયા વર્ષની મળી આવે છે ? તેમાં ભાષા કયા સ્વરૂપે છે ?
(૯) નરસિંહ મહેતાના સ્વજનોનાં અને પૂર્વજોનાં સાચાં નામ શાં ? પર્વત મહેતા સાથે તેમને શો સંબંધ ? શા આધારે ?
(૧૦) નરસિંહની ભક્તિજ્વાળા સ્વયંભૂ પ્રકટી કે અન્ય કોઈ સંપ્રદાયની અસરથી જન્મી ? એ અસર હોય તો કોની ? પ્રાચીન પાંચરાત્ર સંપ્રદાયની, ચૈતન્યની કે વલ્લભાચાર્યની ?
(૧૧) નરસિંહે પ્રસન્ન કરેલા ગોપનાથ મહાદેવ ક્યાં આવ્યા અને તેના પુત્ર શામળશાનું સાસરૂં વડનગર ક્યાં આવ્યું ?
આ બધા પ્રશ્નોનો અંતિમ ઉકેલ થાય નહિ ત્યાં સુધી સાહિત્યના ભક્તોએ સંતોષ ના માનવો જોઈએ. વિશેષે, જૂનાગઢમાં રહેતા તેના સ્વજનો, નાતીલાઓ, ભક્તો, પ્રશંસકો, અને વિદ્વાન વિવેચકો ત્યાં સુધી ઋણમુક્ત નથી થતા.

પ્રો. બ. ક. ઠાકોર તેમની તીખી ભાષામાં જણાવે છે કે નરસિંહ મહેતાની હયાતી સાબીત કરવા હજુ પણ સંતોષકારક ખાત્રીવાળો પુરાવો નથી મળતો. શ્રીયુત મુનશીએ નરસિંહ મહેતાનું લોકપરંપરાથી ચાલ્યું આવતું ઈ. સ. ૧૪૧૪નું જન્મવર્ષ પોણોસો વર્ષ પાછું હઠાવવા અભ્યાસપૂર્ણ દલીલો કરી છે; પણ તેમાંની ઘણી નકારાત્મક, ખંડનાત્મક, ઉતાવળી, એકતરફી