પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨
સાહિત્યને ઓવારેથી
 

ત્યાગ તથા તપનું શરણ શોધવા લાગ્યા. કવિ છોટમનું સ્થૂલ જીવન આથી એકરંગી ને સાદું નિવડ્યું; નહિ અટપટું, કે નહિ વિવિધતાભર્યું. અંતર્મુખી દ્રષ્ટિને લીધે તેઓ કુટુંબના મટી વિશ્વના થયા, અને સંસારી મટી સાચા ભક્ત અને જ્ઞાની કવિ બન્યા. આમ તેમનો કાવ્યપ્રવાહ આત્મજ્ઞાન રૂપે વ્યક્ત થયો.

અતિ પ્રબળ અને સર્વવ્યાપી આત્મવૃત્તિએ તેમને માનવીની મહત્તા અને માનવજીવનનું રહસ્ય સમજાવ્યું. ત્યારથી તેમણે તપ આદર્યું, અને અધ્યયન આરભ્યું; યોગ આચર્યો અને જ્ઞાન- અનુભવ સાથે કાળક્રમે સંસારનાં સર્વ સોનેરી આવરણ ખસી ગયાં, ને તેમને સત્યનાં દર્શન થયાં. પછી તો આ દૃષ્ટાને સંપ્રદાયો ને પંથો પ્રગતિરોધક વાડાઓ સમા લાગ્યા, અને કંઠીઓ તથા ટીલાં–ટપકાં દંભભર્યા દેખાયાં. જગતની જંજાળો તેમને નિરર્થક ભાર સમાન ભાસી, તથા દ્વૈતવાદ અને નાસ્તિકવાદ દેવયુક્ત જણાયા. તેમણે સર્વતઃ દૃષ્ટિ ફેંકી તો જણાયા એના એ જ તુચ્છ જીવનકલહ, એ જ રાગદ્વેષ, ને એ જ મિથ્યાભિમાન. મંદિરો તેમને અનીતિનાં ધામ લાગ્યાં, અને કહેવાતા ગુરુઓ પાખંડી કે પાષાણ સમા ભાસ્યા. અંતે જ્ઞાન-પિપાસુનો અંતરાત્મા કકળી ઉઠ્યો, અને તેથી હૃદયની ઊર્મિઓ વાણી વડે વ્યક્ત થઈ. આમ તેમણે કાવ્યો રચ્યાં ને આખ્યાનો કવ્યાં, જનસમુદાયને જાગૃત કરવા, સનાતન શ્રેય શિખવવા, માનવજીવની મહત્તા ગાવા, સંસારીઓને શીખ દેવા અને પરમાત્મા સાથે ઐક્ય અનુભવવા.

આ ભક્તિપ્રિય અને જ્ઞાનવાંછુ કવિની દ્રષ્ટિ પરંપરાગત રૂઢિઓ ને જડ મર્યાદાઓથી મુક્ત હતી. કનિષ્ઠ ભાઈ વ્રજલાલ સંસ્કૃતના પંડિત અને શાસ્ત્રના વેત્તા હતા. તેમની સ્હાયથી અને આત્મવર્ચસથી કવિ છોટમ એક પંથ સ્થાપી શક્યા હોત, કંઠીઓ