પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્યને ઓવારેથી
 


તેમને બહુજ થોડો ગમે. તેમને સાહિત્યમાં કંઈક નવીન ને અદ્ભુત સમૃદ્ધિ જોઈએ છે, પણ તે તેમના મનગમતા માર્ગે જ.

તેમનામાં પ્રણાલિકાભંગ છે અને નથી. તેમના જીવનક્રમને ક્રાન્તિકારી તત્ત્વો બહુ ઓછાં રુચે; હૃદયથી તે નિભાવી લે, પણ આચારથી તે વિકસાવવા તો ભાગ્યે જ તૈયાર હોય. પણ ત્હોયે કહેવું પડે કે તેમણે સાહિત્યક્ષેત્રના સંશોધનકાર્યમાં પ્રાચીન વિદ્વાનોની પ્રણાલિકાનો ભંગ કરી પાશ્ચાત્ય પંડિતોની તલસ્પર્શી અને નવીન પ્રથા સ્વીકારી છે.

કોઈનીએ અપ્રસન્નતા તેમને ગમતી નથી. તેમનામાં મુત્સદ્દીગીરી છે, પણ તે શાંત અને સૂઈ રહે તેવી. મ્યાનમાં રહેલી તલવારની માફક તેમની શક્તિઓ કોઇનોયે વિરોધ નથી કરતી. તેમને શત્રુ નથી, મિત્ર નથી; પક્ષ નથી, મંડળ નથી; શિષ્ય નથી કે અનુયાયી નથી; ને તેથી જ તેમને સાહિત્ય જગતમાં બહુ થોડા જ વિરોધીઓ છે. સત્ય પ્રિય ખરૂં, પણ મિઠાશ વધુ પ્રિય છે; ને તેથી જ તેઓ પોતાનાં મંતવ્યો જાહેરમાં પ્રગટ કરતાં કવચિત્‌ પાછી પાની કરે. ગમે તેમ પણ તેમના આ લાક્ષણિક સ્વભાવને લીધે તેઓ અનેક સાથે લડેલા આખડેલા આપણાં કવિ ન્હાનાલાલના પણ પૂજ્ય અને પ્રીતિપાત્ર છે.

કેશવલાલભાઈ એટલે વિશાળ દૃષ્ટિબિંદુવાળી સૂક્ષ્મ અને તલસ્પર્શી વિદ્વત્તા. તેમની વિદ્વત્તા કેવળ પ્રાંતિક અભિમાનથી જકડાયલી ન રહેતા ભારતવર્ષના પ્રાંતેપ્રાંતની તથા યુરોપના દેશોની વિદ્વત્તા સાથે પરિચય સાધે છે, અને તેના ગુણવગુણ શોધે છે. બીજું એ, કે તે વિદ્વત્તા સૂક્ષ્મ હોઈને બહુ ચોકસાઈવાળી પણ છે. કેશવલાલભાઈ જયારે ગુ. વ.