પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. કેશવલાલ ધ્રુવ: સાહિત્ય–જીવન

(૧)

સ્વી સન ૧૮૮૨માં બી. એ. ની પદવી લઈ કેશવલાલભાઈ મુંબઈની શારદમાતની વિદાય લે છે, અને સ્થૂલ દૃષ્ટિએ જગતે જાણેલું વિદ્યાર્થીજીવન પૂરૂં કરે છે. એમના વિદ્યાર્થીજીવનના ઘડતરમાં મેં જણાવ્યું છે તેમ, માર્ગદર્શક મોટાભાઈના સતત સહવાસથી, સ્વામી દયાનંદના અસામાન્ય શબ્દજાદુથી અને ડૉ. ભાંડારકર જેવા ગુરુઓની પ્રેરણાથી તેમના હૃદયનો ગૂઢ અભિલાષ કાળક્રમે ભીષણ સંકલ્પના સ્વાંગ સજે છે. પછી તો એક રમણીય કલ્પના તેમના મનચક્ષુ આગળ અવનવાં દૃશ્યો રજુ કરે છે. સંસ્કૃત સાહિત્ય, સંશોધન, ભાષાશાસ્ત્ર, છંદશાસ્ત્ર, ગુર્જર પ્રાચીન સાહિત્ય: બધાં ય મળી તેમના મનોરાજ્યની મર્યાદા આંકે છે; અને દૂરદૂર વિવેચન, વ્યાકરણ, કાવ્ય વગેરે તે મર્યાદાઓને વિસ્તારવા મથતાં હોય તેમ તેમને દૃષ્ટિગોચર થાય છે. બસ, ત્યારથી આ ગંભીર અને પ્રતિભાશાળી નવજુવાન સરસ્વતીના એક અને અટલ પૂજારી બને છે. તેઓ સાહિત્ય સાથે એકતા સાધે છે અને સમાજસુધારો, ધર્મ તથા રાજકારણને ઉવેખી ધ્રુવની નિશ્ચલતાથી પોતાના નક્કી કરેલા ક્ષેત્રમાં જ સર્વ શક્તિઓ સમર્પે છે. સતત શ્રમ, અખૂટ ઉત્સાહ, અવિરત તપ અને નિશ્ચલ ધ્યેય શું ન સાધી શકે ?

પ્રથમ તો આ નવીન પદવીધરને ‘મુગ્ધાવબોધ’ અને ‘મુદ્રારાક્ષસ’ આકર્ષે છે. પછી જયદેવ અને અમરુ, ભાસ અને ભાલણ એમ કેટલાયને તે શબ્દદેહ નિરખવા તલસે છે. ભાષાશાસ્ત્રની