પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દી. બ. કેશવલાલ ધ્રુવ
 


મહારાષ્ટ્રમાં પણ પોતાની વિદ્વત્તાની નોબત વગડાવી, ને સંશોધનના લેખોથી યુરોપના સંસ્કૃતપ્રિય દેશોમાં પોતાની કીર્તિ સ્થાપી. તેમનામાં સાહિત્યસેવાની અનેકગણી શક્તિઓ છે, અગાધ અને અમેય જ્ઞાન છે, પણ છતાંયે તેમના કેટલાક લાક્ષણિક ગુણોને લીધે તેમણે સામુદાયિક સાહિત્યસેવા બહુ જ થોડી કરી. વર્ષો થયાં પ્રમુખ છે, છતાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી જેવી સદ્ધર સંસ્થાને તેઓ ખૂબ લોકોપકારક અને લોકપ્રિય ભાગ્યે જ બનાવી શક્યા; કેટલાંય વર્ષો વિદ્યાદાતા ગુરુ તરીકે ગાળ્યાં, છતાં વિદ્યાર્થી સંઘનો સાહિત્યશોખ તેઓ વિશેષ કેળવી શક્યા નહિ; અને સાહિત્ય પાછળ આખું જીવન નીચોવી નાખ્યું, છતાં ગુજરાતની સાહિત્યશક્તિને ઉન્નત અને ઓજસભરી બનાવી ભારત વર્ષના અન્ય પ્રાંતોને ગુજરાત તરફ અતિશય આકર્ષી શક્યા નહિ. આ બધું કદાચ તેમની શરમાળ શક્તિઓને અનુકૂળ નહિ હોય ! આ અપ્રિય પણ નિખાલસ વચન માટે ધ્રુવ સાહેબની મને વણમાગી ક્ષમા મળી જશે એવી હું શ્રદ્ધા રાખું છું.

અંતમાં, આ વયોવૃદ્ધ સાક્ષરવર્ય તેમના અભિમત માર્ગે હાલ પણ અખંડ ઉત્સાહથી કાર્ય કરી રહ્યા છે. હજી તેમને ભાલણની કાદંબરીનો ઉત્તરાર્ધ આપવો છે, ભાસના નાટકને હજુ ગુજરાતીમાં અવતારવું છે, અને પ્રેમાનંદને નામે ચઢેલી પેલી નાટકત્રયીનું સંશોધનાત્મક સંપાદનનું કાર્ય હાથમાં લેઈ તેનું કર્તૃત્વ નક્કી કરવું છે.[૧] આજે પણ તેમની ‘પોસ્ટ–ગ્રેજ્યુએટ સ્ટડીઝ’ની પ્રિય યોજનાનાં તેમને સ્પષ્ટ અને સુરેખ સ્વપ્ન આવે છે. અમદાવાદના ‘સાહિત્યના પંચદેવ’ પૈકીના આ એક દેવ અનેકના


  1. ❋ આ ત્રણ નાટકોમાંથી ‘રોષદર્શિકાસત્યભામાખ્યાન’નું સંપાદન અને વિવેચન તો તેઓ પોતે કરતા ગયા છે. —કર્તા (બીજી આવૃત્તિ)