પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. મોતીભાઈ અમીન : માનવતાની નજરે
૨૭૩
 


તેમની રગેરગમાં ઊંડી ઊતરેલી છે. આતિથ્ય દેવામાં કે સ્વીકારવામાં તેઓ ઉપચાર કે આડંબર વિનાની નિખાલસતા જ દાખવે છે. જાહેર પ્રવૃત્તિઓમાં પણ પ્રતિપક્ષીની નિર્બળતા કે પોતાની યોજનાની સબળતા નિખાલસપણે તેઓ જણાવી દે છે. નીચેનું એક સાદું ઉદાહરણ તેમની લાગણીવેડાથી મુક્ત રહેતી નિખાલસ વૃત્તિને યોગ્ય રીતે પ્રગટ કરે છે.

ગયા એપ્રિલ માસના ઉત્તરાર્ધમાં સૂર્યના સખત તાપમાં ખરે બપોરે કોઈ એક આશાભર્યો ગામડીઓ કેટલાય ઉત્સાહથી અમીન સાહેબને ઘેર આવ્યો. ખેડા જિલ્લા બહારના કોઈ દૂર ગામડેથી તે અત્ર મોતીભાઈ સાહેબની ખ્યાતિથી પ્રેરાઈને તેમને મળવા આવ્યો હતો. પોતાના વતનનો પ્રતિનિધિ બનીને એક નમ્ર વિનંતિ કરવા ઘર પૂછતો પૂછતો અમીન સાહેબને ત્યાં તે આવી પહોંચ્યો હતો. અમે જમીને મેડા ઉપર જતા હતા. પેલો પ્રવાસી નમ્રતાથી કહેવા લાગ્યો: “સાહેબ, ગામમાં એક મંદિર સમરાવીએ છીએ, અને એક કૂવો કરાવીએ છીએ. આપનું નામ સાંભળી હું મદદ માટે આવ્યો છું; તો કંઈક મહેરબાની કરશો.” અમીનસાહેબે તેને ગામનું નામ પૂછીને જણાવ્યું કે તે ચરોતર પ્રદેશનું નથી. પેલો પુનઃ કહેવા લાગ્યો. “સાહેબ હું બહુ મોટી આશાએ આવ્યો છું. નિરાશ ન કરતા.” તેને પ્રત્યુત્તર મળ્યો: “હું તો મારા પેટલાદ તાલુકાને જ નથી પહોંચી વળતો. તો વળી તમારૂં ગામ તો ચરોતરની ય બહાર આવ્યું; એને માટે તે હું મદદ ક્યાંથી લાવું ? અમારા ય હાથ બંધાયેલા હોય છે. જિલ્લા કે તાલુકા સમિતિને અરજ કરો.” ગામડિયો કહે: “પણ બાપજી, થોડી ઘણી મદદ તો આપ કરો જ. બધે