પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. મોતીભાઈ અમીન : માનવતાની નજરે
૨૭૭
 


પોષી શકાઈ છે, અને નજીવા સ્વાર્થના ભાગે પરોપકારનું મહાન કાર્ય કરી શકાયું છે.[૧]

પેટલાદ, આણંદ કે વસો તેમની જાહેર પ્રવૃત્તિઓનાં પ્રધાન કેન્દ્રો છે. શ્રી અમૃતલાલ ઠક્કર જેવાને પણ ગજરાતમાં કે ગુજરાત બહાર કોઈ જાહેર કાર્ય માટે સ્વયંસેવકોની જરૂર હોય ત્યારે શ્રદ્ધા ને સંતોષની વૃત્તિથી તેમની દૃષ્ટિએ આ કેન્દ્રો તરફ જ દોડે છે, એ હકીકત શ્રી. મોતીભાઈનાં સેવાકાર્યની સબળ અસર પુરવાર કરવા માટે પૂરતી છે.

તેઓ ગામડાંની દુર્દશા જાણે છે, ખેતીની પડતી પિછાને છે, જમીન મહેસૂલનો અસહ્ય બોજો તેમને અકળાવે છે, અમલદારી જુલમને તેઓ પડકાર દે છે, વેઠને વખોડી કાઢે છે, અને ગામડાંના આંતરિક ક્લેશથી ને અજ્ઞાનથી ત્રાસી જાય છે, તેઓ ગરીબ છતાં બુદ્ધિશાળી વિદ્યાર્થીની બ્હાંય ઝાલે છે, સામાન્ય વિદ્યાર્થીને જરૂરી શીખ દે છે, ને ઉચ્છ્રંખલ વિદ્યાર્થીઓનાં હૃદય જીતી લે છે. વિશુદ્ધ અને ઉત્તમ વિચાર જ મનને નિર્મળ રાખી શકે છે, અને સદ્‌વિચાર માનવ જીવનના ઘડતરમાં કીમતી તત્ત્વ છે, એ તેમની માન્યતા તેમને વિદ્યાર્થી–માનસ સમજવામાં ખૂબ મદદગાર થાય છે. તેઓ જેમ ગ્રામજનોની ઉદારતા કે લુચ્ચાઈથી તથા ખેડૂતોની ખાનદાની કે ખંધાઈથી પરિચિત છે, તેમજ વિદ્યાર્થી–આલમની સાદાઈ અને વિલાસવૃત્તિથી પણ વાકેફ છે.

આચરણમાં મુકાય તેટલું મિત ભાષણ કરનારા આ અમીનસાહેબ સ્વભાવે સાત્ત્વિક અને ગુણગ્રાહક છે. શિસ્ત અને


  1. ૬ જુવો ‘ચરોતર’ વર્ષ ૭, અંક ૨, પૃ. ૬ર