પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
સાહિત્યને ઓવારેથી
 


કારણવશાત્‌ તેઓ વિદ્યાપીઠમાંથી છુટા થયા, પણ ત્હોયે તેમની વિદ્યાપીઠ તરફની મમતા તો એક ને અખંડિત જ રહી. અમદાવાદના કલાપ્રદર્શનથી કલારસિક જનતાને પણ રામનારાયણભાઇની કેટલીએ રસવૃત્તિઓ ને અનેરી શક્તિઓની જાણ થઈ; અને એકાંતપ્રિય આ અધ્યાપક પોતે જ એક પ્રદર્શનને વિષય થઈ પડ્યા. ત્યાર પછી તો તેમની ગુણપૂજાએ અને વિદ્વત્તાવર્ચસે કેટકેટલા સાહિત્યભક્તોને તેમની તરફ આકર્ષ્યા; ને શ્રી તથા સરસ્વતીના જેવો પરસ્પર વિરોધ રાખતા કેટલાયે સાહિત્યવીરો એકી સાથેજ રામનારાયણભાઈના પ્રશંસક બન્યા. તેવામાં જ ‘યુગધર્મ’ને યુગબળોએ ઝડપ્યું; અને તેની ખોટ શ્રી. પાઠકે ‘પ્રસ્થાન’થી પૂરી પાડી.

પણ આ બધી વિગતોનો અંત ક્યાં આવે ? સદા સરળ લેબાસમાં ફરનાર એ અધ્યાપક પાઠકને અનેક નાના મોટા કોલેજ–વિદ્યાર્થીઓ ગુરુ તરીકે–વડીલ તરીકે–અનહદ માન આપતા થયા. સાહિત્યસૃષ્ટિમાં અર્ધદગ્ધ પ્રયત્ન કરનાર બિચારા યુવકની જ્યારે ઉગતી આશાઓ વિદ્વત્તાના તેજથી ડારતા અને પ્રચંડ, મહાકાય લાગતા એ સાહિત્યસાક્ષરો આગળ ચૂર્ણ થતી લાગે ત્યારે સહેજે તેની નજર રામનારાયણભાઈ તરફ ઢળે. અધ્યાપક રામનારાયણ એટલે રાષ્ટ્રીયતા અને સાહિત્યપ્રવૃત્તિનું રસાળું સંમિશ્રણ. લોકસેવા ને સાહિત્યસેવા, રાષ્ટ્રસેવા ને સરસ્વતીસેવા એ બંનેને જીવનમાં તેમણે એકઠી વણ દીધી; અને આ ભાવનાઓથી જ રંગાઈ તેમણે સમગ્ર શક્તિઓ રાષ્ટ્રપોષક સાહિત્ય પાછળ ખર્ચી. ‘પ્રસ્થાન’ના તંત્રીપદે તેમની આકરી કસોટી કરી, અને તેમાં તેઓ વારંવાર ‘સ્વૈરવિહારી’ ને ‘દ્વિરેફ’, ‘રા.’ અને ‘રામનારાયણ’ની વિવિધ સંજ્ઞાએ લેખક