પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨ : સાહિત્ય અને ચિંતન
 

આફ્રિકાનાં અભેદ્ય જંગલેામાં વસતી રાક્ષસી માનવજાતિમાંથી કદાચ મળી આવે; છતાં ખાસ ખોરાકને માટે મનુષ્ય ભાગ્યે બીજા મનુષ્યની હિંસામાં પ્રવૃત્ત થાય છે. સ્વજાતિ સંરક્ષણના એક અદ્ભુત નિયમ સમગ્ર જીવંત સૃષ્ટિમાં પ્રવર્તે છે. આથી સિહ અને વરૂ જેવી લેાહીતરસી જાતો ટોળાબંધ રહી શકે છે. અલબત્ત, સિંહ સિંહને અને વરૂ વરૂને મારતાં નહિં હોય એમ નથી. પરન્તુ ભક્ષ્ય માટેની હિંંસક વૃત્તિઓમાંથી કુદરત સ્વજાતિને અવશ્ય મુક્ત રાખે છે. મનુષ્ય બીજા મનુષ્યને મારતો હશે તો તે તેનું ભક્ષણ કરવા માટે નહિ. પોષણને અંગે હિંસા ઉપર આ પ્રથમ અંકુશ. આ કુદરતી અહિંસાના બળથી મનુષ્ય ટોળાબંધ રહી શકયો.

ખોરાક માટે જાનવરોના ઉપયોગ કરતાં મનુષ્યને એક બીજી મહત્ત્વની વાત જડી છે. જાનવરનું માંસ જ નહિ, પરંતુ તેનું દૂધ પણ પોષણમાં ઉપયાગી ફાળો આપી શકે છે. જ્યાં સુધી આમ દૂધ આપવાની જાનવરની શક્તિ કાયમ રહી હોય, ત્યાં સુધી પેાષણઅર્થે તેને જીવતું રાખવામાં મનુષ્યનો સ્વાર્થ રહેલો છે. જંગલી વનચરની સ્થિતિમાં જે સત્ય તેને જડયું નહેાતું. તે સત્ય પ્રાપ્ત થતાં તેણે જાનવર પાળવા માંડયાં. અને આમ મનુષ્યજાત Pastoral-Stage ગોપજીવનની ભૂમિકાએ આવી પહેાંચી. ગોપજીવનના પ્રભાવે સંસ્કૃતિમાં મનુષ્ય ધણો આગળ વધ્યો. મિલકતના સંરક્ષણ માટે પ્રયત્નો શરૂ થયા. ટોળાની વ્યવસ્થામાંથી કુટુંબ અને રાજ્ય શાસનની ભાવના ઉદ્ભવી. ધાસચારાનાં મેદાનોની શોધમાં વ્યવસ્થિત રીતે મુસાફરીઓ કરવાની પ્રથા નીકળી અને માનવજાત પોતાનો ઈતિહાસ ઘડવા માટે લાયક થઈ. માનવજાતના ખરો ઈતિહાસ ગોપભૂમિકામાંથી શરૂ થયો.

મનુષ્ય ઉપર સ્વજાતિની હિંસા માટે કુદરતે જ પ્રથમ અંકુશ મૂક્યો હતા; પશુઓની હિંસા ઉપર ખીજો અંકુશ મુકાતાં તે ગોપ સંસ્કૃતિ પામી શક્યો. પશુઓનો નાશ કરવા કરતાં તેને સ્વાર્થ માટે જીવતું રાખવામાં લાભ માનતાં મનુષ્ય જીવન કેટલું ઉન્નત થયું તે આપણે જોઈ શકીએ છીએ. એ ગોપ જીવનના સુંદર સંસ્કારોની અસર