પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અહિંસા:સંસ્કૃતિમાં તેનું સ્થાન : ૧૨૯
 

ખોરાકને લોહચુંબકની માફક આકર્ષી લે છે. ગરીબો ભૂખે મરે છે, અને ધનવાનો વગર જરૂરનો વ્યય કરે છે. પોષણ માટેના આપણા પ્રયત્નોએ આ સદીમાં જુદુ સ્વરૂપ લીધું છે. ખોરાક માટે હવે હિંસાની જરૂર રહી નથી. આપણા ઝઘડા હવે ખોરાકની વહેંચણી વધારે ન્યાયસર થાય એ માટે ચાલે છે. આ પ્રશ્ન હિંસાથી નિરાળો છે.

( ૨ )

પોષણના મહત્ કાર્યમાં અહિંસાનું કયું સ્થાન છે તે આપણે જોયું. હવે રક્ષણની દૃષ્ટિથી આપણે અહિંંસાના ક્રમને નિહાળીએ.

રક્ષણમાં પણ પોષણના સરખો જ ક્રમશઃ હિંસાનો ત્યાગ અને અહિંસાની ઉત્તરોત્તર વધતી જતી સ્થાપના નજરે પડે; છે; એટલું જ નહિ. વિકાસક્રમની જાણે એક ચોખ્ખી શરત, ચોખ્ખો ચીલો અહિંસામાં દેખાઈ આવે છે. માનવજાત જેમ આગળ વધે તેમ હિંસાને છોડે. શાસનતંત્રો અને રાજસત્તાના ઊંડા ઇતિહાસમાં ન ઊતરતાં આપણે એટલું જ સ્વીકારીને ચાલીશું કે વ્યક્તિ અને સમાજની રક્ષણભાવનામાંથી વિવિધ શાસનતંત્રો ઉદ્ભવે છે; માનવીએ સામાજિક જીવન ગાળવું હોય તો નિયમબદ્ધતા સ્વીકારવી જ પડે; શાસન પધ્ધતિ સ્વીકારવી જ પડે; અને નિયમનો ભંગ કરનારને નિયમમાં લાવવો જ પડે; આ ત્રણ તત્ત્વો ઉપર સમાજ અને રાજશાસનની રચના થાય છે-પછી એ રાજશાસનનું સ્વરૂપ ગમે પ્રકારનું હોય. માનવીનું રક્ષણ આ શાસનદ્વારા થાય છે, એવી ભાવના શાસનને બોધે છે અને જીવંત રાખે છે. જે શાસનમાં રક્ષણ વિભાગ પ્રત્યે શ્રદ્ધા ઘટે તે શાસન બદલ્યે જ છૂટકો. શાસનક્રમના વિકાસને આપણે ઉપરછલ્લી દૃષ્ટિથી નિહાળીશું તો તત્કાળ આપણને દેખાશે કે એ વિકાસ હિંસાન ક્રમશ: વજન ઉપર જ આધાર રાખી રહ્યો છે;

શાસ્ત્રીય વિકાસક્રમની એક એવી કલ્પના છે કે મનુષ્ય પ્રથમ એકલો ભટકતો. એકલો ભટકતો પુરુષ અને એકલી ભટકતી સ્ત્રી—બંનેને કુદરતે ભેગા કર્યાં અને કૌટુમ્બિક જીવનની શરૂઆત થઈ, એકાકી જીવનમાંથી કૌટુબિંક જીવનમાં પ્રવેશ પામતા બરોબર માનવીએ પાતાની