પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦ : સાહિત્ય અને ચિંતન
 

એ મહાધેાષ છે. હૃદયની મહત્તાને સ્પર્શતો એ મહારાગ છે. સંગીતના એક મહાઆચાર્ય કૃષ્ણે ભારતવર્ષના એક મહાપ્રસંગ માટે વિકસાવેલો એ ઢાળ છે. ઝમઝમતાં ઝરણાં કે મર્મર મંજૂલ નદીરવ એ ન હોય. એ મહાસાગરનું સંગીત છે.

वेदानां सामवेदोस्मि (१०-१२)

કહેનારના બોલમાં મહાસંગીત ન હોય તેા બીજું શું હોય ? ગરબા, ઠુમરી અને ગઝલના શોખનાં ઊતરી પડેલા આ સંગીતમાં લાલિત્ય હશે-છે. લાલિત્યની રેખાઓને વધારે ઊંડી, વધારે ઓજસ્વી, વધારે ઘુંટાયલી અને વધારે બળભરી બનાવી મર્દોને-મર્દોના સમૂહને, ગાવાને પાત્ર એ સંગીત બનાવાયું. છે. એ સંગીતના સૂર શૃંગારપ્રેરક નથી–જો કે જીવનસ્રોતનુ એક સાયામાં સાચું તત્ત્વ એ સંગીતમાં સ્વીકારાયું છે.

प्रजनश्वास्मि कदर्प: (१०-२८ )

અને સાથે સાથે કંદર્પના વિપરીત સ્વરૂપો—જેની વ્યાપકતાનો આજના યુગમાં બચાવ પણ થાય છે તેને માટે એ ગીતમાં થયેલું ઉચ્ચારણ પણ વિસારવા સરખું નથી,

काम एव क्रोध एव रजोगुणसमुद्भव: .
महाशनो महापाप्मा विध्येनमीह वै रिणम् (३-३७)

એમાં રડતું રડાવતું કારુણ્ય નથી. હિંદ અને હિંદ બહારના અઢાર અક્ષૌહિણી સૈન્ય મૃત્યુનું આવાહન કરી રહ્યાં હતાં; એટલું જ નહિ, નિકટમાં નિકટ સંબંધ ધરાવતા પુરુષો સામસામે ખડા હતા. સગા કાકા કાકાના જ પુત્રો, પિતામહ, આચાર્યો, મામા, પુત્ર, પૌત્ર, મિત્ર, સસરા અને હિતૈષીઓ એકબીજાને કાપવા માટે તત્પર બનેલા હતા. ગાંધારી, કુંતા, દ્રૌપદી અને ઉત્તરા સરખી મહાસતીઓના પડછાયા એ મહાયુદ્ધને વિંટાઈ વળતા હતા. વહાલામાં વહાલાં સ્વજનોના પ્રાણ હરવાનો એ ભયાનક પ્રસંગ. બત્રીસલક્ષણાઓનાં