પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રીમદ્ ભગવદ્‌ગીતા ૧૩૯
 

परंपरा प्राप्तमिमं राजर्शयो बिदु: |
स कालेनेह महता योगो नष्ट: परंतप (४-२)
एवायं मयातेॾद्य योग: प्रोक्त पुरातन: ।
भक्तोऽसिमे सस्वा चेति रहस्यह्येत्तदुमम ॥(४-३)

આમ પ્રભુથી ઊતરેલો આ બોધ, સૂર્ય, મનુ અને ઈક્ષ્વાકુના પરંપરાથી ચાલતો આવી રાજર્ષિઓ દ્વારા ગમ્ય થયેલો પુરાતન બોલ જરા ટાઢો પડચો એટલે ભક્ત અને મિત્ર અર્જુનને આર્યતાના એક મહાપ્રતિનિધિ કૃષ્ણે તે ફરી સંભળાવ્યો.

એ બોલે હજી સુધી આ પ્રજાને, આર્યસંસ્કારને જીવતાં રાખ્યાં છે. એ બોલ નવનવા સંજોગોને અનુકૂળ બની નિત્ય નૂતન રહ્યો છે. જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે ત્યારે ગીતાબોલ આસંસ્કારની સહાયમાં ઊભો રહેલો જ હેાય છે. આજ પણ ગીતાબોલ સજીવન છે. માટે જ આર્ય સંસ્કાર સજીવન છે.

[૨]

પણ એ ગીતા છે શું? આર્યતાને સજીવન રાખતા એ બોલ શું બોલે છે?

ગીતા એ માત્ર બોધ નથી. એ ગીત છે, ગવાયેલો બોલ છે, સંગીતમય બોલ છે. શબ્દને સરસમાં સરસ ધ્વનિ અને લય પ્રાપ્ત થાય ત્યારે તે સંગીત બને છે. ગીતા આર્યાવર્તનું મહાસંગીત છે. કાનને મીઠો લાગે એવો એ રૂપેરી રણકાર માત્ર નથી; નાનકડા હાવભાવ કે નૃત્યની મૈત્રી શેાધી માધુર્યની ઘુમરીઓ ખાતું—ખવરાવતું એ ગીત નથી. એ મહાસંગીતમાં ભવ્ય અને ઉદાત્ત સૂરસયેાજન છેઃ

शंखान दध्मौ पृथक पृथक (१-१८)
अविभक्त्ं विभक्तेषु (१८-२०)

વિશ્વના વિવિધ શંખનાદનું એ એક સપ્તક વિવિધતાને એકતામાં સંલગ્ન કરતો પૃથક્પૃથક્ શંખનાદમાંથી ગીત ઉપજાવતો