પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રીમદ્ ભગવદ્‌ગીતા ૧૪૯
 

પછી તું તે ચેઈ વાડીનો મૂળેા.
અરજણિયા, મેલને મૂરખાવેડા.
ઊંધું ઘાલીને જા કરમ ઢહૈડયને,
ફળની કર્ય માં ફેકર,
અરજણિયા ફળની કરમાં ફકર,
ફળનો દેનારો એલ્યેા ખેઠા પરભુડિયા,
તે નથી તારા બાપનો નોકર.
અરજણિયા મેલને મુરખાવેડા.

ગ્રામ્ય માનસમાં ઊતરેલું તત્ત્વજ્ઞાન ગ્રામ્ય ભાષામાં આથી વધારે સારી રીતે ઊતરી શકે એમ નથી. એ ગીતાની મશ્કરી નથીજ. કેટલી અસરકારક રીતે પ્રજાજીવનનાં કેટલાં નીચા થર સુધી ગીતા પહોંચી શકે એનું ગ્રામ્ય ગીતા એક સરસ દષ્ટાંત છે. ભોજો, ધીરેા, અખો કે નરભો એ સધળા કવિઓ મહાતત્ત્વજ્ઞાની હતા. તેમણે ગ્રામજનતાને તત્ત્વજ્ઞાન આ જ ઢબે આપ્યું છે. ગીતાજ્ઞાન આપણા ગ્રામ જીવનને પણ વારસામાં મળેલ છે.

આમ ધર્માચાર્યોથી માંડીને ગ્રામજનતા સુધી, અર્જુનથી માંડીને આજના ગાંધી સુધી, મહાપંડિતોથી માંડીને સામાન્યતામાં વિસરાઈ ગયેલા સામાન્ય માનવી સુધી, તપસ્વી ઋષિઓથી માંડીને આજના તેજસ્વી ક્રાંતિકારી સુધી, દેશીઓથી માડી દૂરના પરદેશીઓ સુધી ગીતા પહેાંચી ગયેલી છે. આર્ય સંસ્કૃતિને રૂંવે રૂંવે ગીતાનો સંચાર છે. આર્ય સંસ્કારની પોષક માતા ગીતા છે.

[૪]

ગીતા એવું શું કહે છે કે જેથી એ આર્યસંસ્કૃતિની ધાત્રી બની રહી છે? ગીતામાં એવું શું છે કે એનું ગૌરવ પાંચહજાર વર્ષથી અવિચળ રહેલું છે ? સંસ્કારની ઊંચી નીચી સર્વ કક્ષાઓને અનુકૂળ પડે અને સર્વને પ્રગતિનો પંથ બતાવે એવું કયું તત્ત્વ ગીતામાં રહેલું છે ?

નાસ્તિકતા પણ ઘણી વખત શોખ-ફેશન થઈ પડે છે. એવા