પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૨ : સાહિત્ય અને ચિંતન
 

ઇશ્વર સ્વરૂપ જ બની જાય છે, સમગ્ર જગતની વિભૂતિઓ એના અંશરૂપ છે. વિભૂતિ એટલે ? ઐશ્વર્યભર્યું, શોભાભર્યું અને પ્રભાવશાળી સત્ત્વ એથી પણ આગળ વધીએ તો

विष्टभ्याहमिदं कृत्स्नमेकांशेन स्थितो जगत !(१०-४२)

પરંતુ પ્રત્યેક માનવીને માટે આશા ઉપજાવતો એક મહાબોધ ગાઈ ગીતાએ મનુષ્યને ઈશ્વર સાથે એક બનાવી તેની અનંત ઉત્ક્રાંન્તિના માર્ગ ખુલ્લા કરી આપ્યા છે :

इश्वर: सर्वभूतानां ह्र्देशर्जुन तिष्ठति। (१८-६१)

અને એ ઈશ્વરની ઉપલબ્ધિનું સ્વરૂપ ?

आश्चर्य वत्पश्यति कश्चिदेनम्
आश्चर्य द्वदति तथैव चान्य:
आश्चर्य वचनेमन्यशृणोति,
श्रुत्वाऽप्येनं वेदन चैव कश्चित् (१-२९)

ક્ષણેક્ષણે સાંભળ્યા છતાં ઈશ્વરને ન ઓળખનાર, પળેપળે જોયા છતાં ઈશ્વરને ન પીછાનનાર આપણા સર્વને માટે ચોખ્ખો માર્ગ દર્શાવ્યો છે:

तमेव शरंण गच्छ सर्व भावेन भारत

અગર

मन्मना भव मद़्मक्तो मद्याजी मां नमस्कुरु (१८-६५)

અથવા

तस्माद़ योगी भवार्जुन (६-४६)

આ બધું આપણને કપરું લાગે છે ? સારી વસ્તઓ, સારા વિચારો અને સત્કાર્યો જેટલાં સરળ અને સહેલાં છે એટલું બીજું કશું જ સહેલું નથી, છતાં એ ન બની શકે એમ માની આપણે