પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨ : સાહિત્ય અને ચિંતન
 


સોનેરૂપે પોતાને તોળવાની માગણી ખુલ્લે ખુલ્લી કરતો હતો ત્યારે એક નિર્માલ્ય મનાયલો પ્રાથમિક શિક્ષકોનો વર્ગ કોઈ ન ગણકારે છતાં કોઈ ન બિરદાવે છતાં, કટિબદ્ધ બની એવી કેળવણી ભાવિ પ્રજાને આપતો હતો કે જેના શિક્ષણને પ્રભાવે કાળાં બજાર બંધ પડી ગયાં, સત્તાલોભ ઘટી સાચો સેવાલાભ જાગ્રત થયો, ધન ધનિકની નાગચૂડમાંથી પ્રજાકીય પરબ બની ગયું, અને ભારતનો નાગરિક બારસો વર્ષ પહેલાંની સત્ય માટેની પ્રતિષ્ઠા પાછી પ્રાપ્ત કરી શક્યા !

માનવી બનવા માટે સહુથી પ્રથમ ઘરમાંથી અને શાળામાંથી હિંંસા દૂર થવી જોઈએ.

એ મંગલકાર્ય–પ્રજાઘડતરનું સાચું કાર્ય પ્રાથમિક શિક્ષકો દ્વારા થાઓ અને એનાં પરિણામ આપણે સહુ નીરખવા ભાગ્યશાળી બનીએ. એટલુ જ મંગલ પ્રવચન હોય.