પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮ : સાહિત્ય અને ચિંતન
 

વળી પૃથ્વી છંદનું માહાત્મ્ય વધારવા તેના ઉપર સોનેટનું એક પીંછું ચડાવવામાં આવ્યું છે. સોનેટ એક વિશિષ્ટ નામ પામેલો અંગ્રેજી ભાષાનો કવિતાટુકડો છે, જેમાં પ્રાસનું અમુક આવર્તન થાય છે, ચૌદ લીટીમાં તેની કાયા ધડાઈ જાય છે, અમુક ચરણના અંતમાં નહિ પણ વચમાં યતિ–વિસામો ખાવાનું સ્થાન મળી જાય છે.વળી વિચારના આરોહ -અવરોહને તેમાં અવકાશ મળે છે એમ કહેવાય છે, અને આયંમ્બિક પેન્ટામીટરની ગણ કે આઘાત રચના તેમાં હોય છે. નવા છંદપ્રયોગ કરવાની આપણી સાહિત્યપ્રવૃત્તિ ખૂબ આવકાર પાત્ર છે; એવા પ્રયોગો ઠીક પ્રમાણમાં આપણા સાહિત્યે કર્યા પણ છે; કાવ્યરચનાને નવા જુના કે મિશ્ર આકાર ઠીકઠીક આપવામાં આવ્યા છે. પરંતુ સોનેટ રચના એક સામાન્ય પ્રયોગ કરતાં વધારે શું સાધી શકી છે એ મારી સમજમાં હજી ઊતરી શક્યું નથી. આયંબિક પેન્ટામીટર જેવી accent–આધાત ઉપર આધાર રાખનારી અન્ય ભાષાની તદબીર તો ગુજરાતીમાં ઉતરી શકે એમ નથી. રહ્યાં માત્ર ચૌદ ચરણ. સોળ ચરણને બદલે ચૌદ ચરણ કરવામાં કશી ખાસ ખૂબી હોય તો તે મને હજી સમજાઇ નથી. માત્ર સોનેટની ચૌદ લીટીને લીધે ચૌદ લીટીમાં લખાયેલા ગમે તે છંદને સોનેટ કહેવાનો મોહ હોય તે જુદી વાત !

નવમી લીટીએ પહેલાં જ accent-આધાત આગળ પૂર્ણવિરામ કે અર્ધવિરામ લાવવાની લઢણ એ બીજુ સોનેટનું લક્ષણ આપણાં સોનેટોમાં લાવવામાં આવે છે. ઉચ્ચાર અને વિચાર વિશ્રામને માટે આપણામાં કાવ્યચરણના છેડા બહુ પ્રયોગોને અંતે પિંગળમાં સ્થિર કરવામાં આવ્યા છે અને તે પણ એવા જડ નથી કે જેમાં કશો હેરફેર થઈ જ ન શકે કાવ્ય-વિચાર ચરણને છેડે પૂરો ન થતો હોય તો તેને આગળ લંબાવવામાં ખાસ પ્રતિબંધ આપણી પીંગળ રચનામાં દેખાતો નથી. એ સંજોગોમાં નવમી લીટીના પહેલા જ શબ્દ આગળ યતિ લાવવામાં ખાસ મહત્ત્વ સેનેટમાં પણ શું છે સમજવું મુશ્કેલ છે. ઠરેલા યતિને બદલે નવો યતિ ઠરાવ્યો એટલી જ નવીનતા; અને તે પણ ચરણની વચમાં જ, વિચારની પૂર્ણતા ચરણને છેડે આવવાને બદલે ચરણ પૂરું થયા પછી એક શબ્દ આવે ત્યારે જ આવી શકે એવું વિચારનિયંત્રણ સંયમી માનસને જ