પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્ય : સામાન્ય દૃષ્ટિએ :૧૯
 

મળે ! એક ઠરેલી અટકને બદલે એક શબ્દ આગળ ખસેડેલી અટક એ બહુ મોટી સિદ્ધિ હોય એમ કાંઈ દેખાતું નથી. એક બીબાને બદલે જરા બદલીને બીજું બીબું ઊભું કર્યું એ સિવાય બીજું કશું વધારે મહત્ત્વ સોનેટમાં દેખાતું નથી.

અને વિચારનો આરોહ-અવરોહ ! સોનેટ નામ ન પાડયું હોય તો આરોહ અવરોહ વિચારમાં પ્રવેશી જ ન શકે એટલો બધો જુલ્મી પ્રયોગ એ સોનેટ હોય તો એનાથી જેટલા વહેલા છૂટીએ એટલું વધારે સારું !

પૃથ્વી છંદનો હું દુશ્મન નથી. સોનેટ સાથે મને વેર નથી. કવિતા અનેકવિધ પ્રયોગો માગે છે એ સ્વીકારવા હું તૈયાર છું. ઊર્મિની ઘેલછા કે ઊર્મિનો અર્થહીન ઉભરો બહુ વધી પડે ત્યારે કવિતાના સ્વરૂપમાં– બંધારણમાં–બાહ્ય અને આંતરરચનામાં સખત રેખાઓ ઉપજી આવે એ પ્રત્યે મને સહાનુભૂતિ છે. “ રે” અને “લોલ”માં જ લહેકાયા કરતી કવિતા વધારે મર્દાનગીભર્યું ઉચ્ચારણ મેળવે એ હું જરૂર ઈચ્છું છું. પરંતુ પૃથ્વીપૂજા અન સોનેટસ્તુતિ ધર્માન્ધતા બની જાય એ તે ખરેખર ઈચ્છનીય ન જ કહેવાય. પૃથ્વી છંદમાં ન લખે એ એ કવિ જ નહિ અને સેનેટની ચૌદ લીટીઓ ન સમજાય એવી બોબડી થડકાતી વાણીમાં ઊતરે નહિ ત્યાં સુધી ચિંતનનો આત્મા કવિતા-આકાર ધારણ કરી શકે જ નહિ એવી માન્યતા પાછળ આપણે સહુએ કરેલી છેલ્લી સદીથી ચાલી આવતી સાહિત્યભૂલો અને સાહિત્યભ્રમણાનો લાંબો ઈતિહાસ રહેલો છે એ સ્પષ્ટ કરવા ખાતર જ સોનેટ અને પૃથ્વી છંદ એ તાત્ત્વિક રીતે કશી જ નવીનતા કે ચમત્કાર બની શક્યાં નથી એ ચર્ચા લંબાણથી અહીં કરી છે.

[૬]

આમ સોનેટ અને પૃથ્વીછંદ એ તાત્ત્વિક રીતે કશી જ નવી વસ્તુ નથી. સામાન્ય દૃષ્ટિએ જ આપણે સાહિત્યને જોવાનું છે. છતાં અસામાન્ય શાસ્ત્રીય સ્વરૂપ જેવી લાગતી પૃથ્વીછંદ-સોનેટની ચર્ચામાંથી આપણે સામાન્ય તારવણી નીચે પ્રમાણે કાઢી શકીએ એમ છીએ :-

પૃથ્વી છંદ એ આપણી નૂતન ગુજરાતી શક્તિએ રચેલો છંદ છે જ નહિ. એની ઉત્પત્તિ સંસ્કૃતમાં છે. એ નવીન શોધ નથી જ. નવીન શોધને નામે કીર્તિ મેળવતી જુનવાણીને સત્ય ખાતર–