પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્યનો માર્ગ : ૩૩
 

હોય નો જુદી વાત છે. એવે સમયે સાહિત્યકારને–તે પણ પ્રેમ–સાહિત્ય લખનારને ભલે તમે ધકકો મારી દૂર કરો

એ સાહિત્યકારને દૂર કર્યાથી પણ સાહિત્ય તમને-માનવીને–છોડવાનું નથી. ધનિકોને કદાચ પ્રેમ વગર ચાલે ! પરંતુ સાહિત્ય તો ધનને અને ધનિકોને પણ છોડતું નથી. ધનવાનોને એ કહે છે:

નિર્જળ ગામ નવાણ ગળાવો,
નવા કૂવા નદી તીર તળાવો,
શેાધી જૂનાં ફરી સદ્ય સુધારો
એ ધનના ધણી ધર્મ તમારો.

ઉપરાંત ધનની અસ્થિરતા, ચલપણા ઉપર તો સાહિત્યના સાટે પ્રાચીન કાળથી ફરી વળ્યું છે. મીરાંબાઈ ધનિકને સાચું ધન બતાવે છે :

અમો અબળાંને મોટી મીરાંત બાઈ!
શામળે ઘરેણું મારે સાચું રે.
વાળી ઘડાવું વિઠ્ઠલવર કેરી, હાર હરિને મ્હારે હૈયે રે.
ચીન્માળા ચતુર્ભુજ ચૂડલો, શીદ સોની ઘેર જઈએ રે.

ધનવાન ન હોય તેને માટે આ પણ આ સાહિત્ય આશ્વાસનરૂપ તો બને છે. હું અને તમે ધનવાન નથી જ. હું પૂછું છું અને સાહિત્ય પણ પૂછે છે : ધન વગર આપણને જીવન અકારું થઈ પડયું છે? ભલે હા કહો. હું આગળ પૂછું: ધન વગર ચાલશે; પ્રેમ વગર ચાલશે? ધન અને પ્રેમ વચ્ચે પસંદગી કરવાની હોય તો તમે શું કરશો? તમે ધન વગર ચલાવશો; પ્રેમ વગર નહિ જ ચાલી શકે; પછી ભલે તમે ભવિષ્યમાં પસ્તાઓ !

જીવનમાં સુખ-દુઃખ, શોક-હર્ષ, હાસ્ય–અશ્રુની ઊર્મિઓ ઊછળ્યા જ કરે છે. સાહિત્ય એ સઘળું ઝીલી લે છે અને વિશુદ્ધ બનાવી સમાજને પાછું સોંપે છે. દુઃખમાં સાહિત્યકાર નરસિંહ મહેતો આવી આપણા કાનમાં કહી જાય છે: