પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪ : સાહિત્ય અને ચિંતન
 

સફળતા કે નિષ્ફળતાની આખા સમાજ ઉપર થતી અસર: આ જીવનના મહાજોમભયાં યૌવનનો મુખ્ય ઇતિહાસ; આખા જીવન ઉપર છાયા પાથરતો એ જીવન રંગ.

આકર્ષણના ઉદ્ભવ ઝધડામાંથીયે થાય, અગર અકસ્માતે ‘ મળી દૃષ્ટટોદષ્ટ ' માંથી પણ થાય, અને સહવાસના પરિણામે પણ તે ઉદભવે. માત્ર સૌંદય પણ એ અસર ઉપજવે. અથવા ભવ્ય વીરત્ત્વભયું સાહસ તેને જન્માવે ; અગર સહભાવના નાનકડા ટુકડામાંથી સૌરભ ઉપજી સ્નેહમાં પરિણામ પામે.

વિઘ્નો પણ વિવિધતાભર્યા' જ હેાય. વડીલ તે ઊભાં કરે; ક્રામ વિજ્ઞાને જન્માવે ; આર્થિક અસમાનતા કે સાંસ્કારિક ઘણુ અણુધારી દીવાલ ઉપાવે; ધર્મ વિરાધ આડે આવે અગર દેશ દેશાંતર પ્રેમીએને કેદમાં પૂરીરાખે.

વિઘ્ના ઉપર વિજય પણ મળે અગર સામે પરાજ્ય પણ ઊભો થાય. માનવ એક સ્ત્રી અને પુરુષ એ વિઘ્નો સામે કેવા મેારચા રચે છે, પ્રાણ હાથમાં લઈ શહીદી સાધે છે કે વિદ્યાની પહેલી ઝપટમાં વીરત્વ ખોઈ સામાન્યતામાં સમાઇ જાય છે એના ઉપર એ આખા એકમની સમાજમાં કિંમત થાય છે-વિરોધ હોય છતાં ઊર્મિને પ્રેરે એવુ, ઊર્નેમિ શણગારે એવુ. યુદ્ધ–ધર્ષણ-વ્યક્તિપ્રસંગ મટી આખા સમાજની મિલકત બની જાય છે, અને એવા પ્રસંગ અનુકરણ યેાગ્ય, આવર્તન કરવા યેાગ્ય હેાવાથી એક એવુ' વસ્તુ બની જાય છે કે જેમાંથી કવિતા, વાર્તા કે નાટકનું પ્રાણવાન મધ્યબિંદુ મળી આવે છે, જેની આગળ પાછળ આખા સમાજ પેાતાની ઊર્મિ, પેાતાના આદર્શી, પેાતાના વ્યવહાર બાંધવા મથે છે.

પરંતુ રખે કોઈ એમ માને કે માત્ર આકર્ષણ જાતીય આકર્ષણ- પ્રેમ જ માનવજીવનનુ’ એકલુ' એક જ મધ્યબિંદુ બની રહે છે. એ જરૂર મુખ્ય જીવન કેન્દ્ર છે; છતાં કેટલીય વાર એ આકર્ષણ પ્રેમનો ભાગ પણ જીવન કાર્ય બની રહે છે.

વળી જાતીય આકર્ષણથી પર રહેલા અનેક માનવભાવ છે જેમણે માનવ સંસ્કૃતિને આગળ વધારી છે. માતા, પુત્ર, ભાઈબહેન,