પૃષ્ઠ:Samarangan.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જમાતનો મેળાપ
167
 


શરીર હાલતાંચાલતાં, ઊઠતાં ને બેસતાં દેખાયાં. બે-ત્રણ હાથીઓ અને બસો-પાંચસો ઘોડાં પણ બાંધેલાં લાગ્યાં, ધૂણીઓની પ્રભા થોડીક વાર જોર પર આવી જતી તો થોડીક વાર ઝાંખી પડતી હતી. નાગ વજીરના મનમાં ધ્રાસકો પડ્યો. મુગલ ફોજનો તો પડાવ નહિ હોય ? તો આંહીંથી સલામત નીકળવું મુશ્કિલ થશે. એણે ઘોડો જમણા હાથ તરફ મરડીને ચાલવા માંડ્યું. પણ તત્કાળ એણે ધૂણીઓવાળા પડાવમાં કાંઈક કોલાહલ, સામસામા તપતા બોલ અને વિગ્રહના પડકારા પણ સાંભળ્યા. સાંભળતાં જ એણે ઘોડો થોભાવી કાન માંડ્યા. વાર્તાલાપ સંભળાયો :

“તુમારા પડાવ દિખલાવ.”

“હાં હાં, ભાઈલોક, દેખ લો સબ પડાવ. એક ફક્ત હમારી દો મૈયાઓંકા ડેરા છોડ દો.”

“નહિ, તમામ દેખને હોગા.”

“તમામ કૌન દેખનેવાલા હૈ ! ક્યા તુમ અપને દેહ મેં તમામ જગહ દેખતે હૈ ? હંય ! તુમ શરીર કી અદબ કરતે હો કિ નાહિ ? હાં ? તો યે ભી અપના પરજા-શરીર હૈ, હમારા મૈયા લોગ કા પડાવ કી અંદબ કરનાં યહ અકબરશાહ કી ફોજ કા ધરમ હૈ.”

નાગે આ વાર્તાલાપમાં બે પ્રકારના સૂર સાંભળ્યા : એક બોલનારની વાણીમાં સંસ્કાર અને સમજાવટ હતી. મીઠી હિન્દી બાનીમાં વિચારધારા વહેતી હતી. સામા બોલનાર કંઠમાં સત્તાની તુમાખી હતી.

એણે કુતૂહલથી પોતાના રેવતને પડાવની નજીક લીધો. ફરી સવાલ-જવાબ સાંભળ્યા :

“તુમારે આગેવાન કહાં હૈ ?” તુમાખીભર્યો અવાજ તાડૂકતો હતો.

“યે દેખો, યહીં હી આ રહે હૈ.”

હાથીઓ ઝૂલતા હતા તે બાજુના ડેરાતંબૂમાંથી એક કદાવર દેહ ચાખડીએ ચડીને ઝૂલતો ઝૂલતો છૂટી જટાએ ચાલ્યો આવતો, નાગે મશાલોના પ્રકાશની વચ્ચે સ્પષ્ટીકારે દીઠો. જ્યાં તકરાર ચાલતી હતી ત્યાં જુદાજુદા બે દરવાજા જેવું ઊભું કરેલું હતું. એક દરવાજો પડાવની