પૃષ્ઠ:Samarangan.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
84
સમરાંગણ
 

 ઘરમાં આવ્યાં : ઘર ચક્કર ચક્કર ફરતું દેખાયું. દીવાઓ થયા હતા. પણ વસ્તુઓ જાણે દેખાતી નહોતી. પૂછવા આવનારાં ચાકરોની વાણીની જાણે કે સમજ જ એકાએક ચાલી ગઈ હતી.

કોને કહું ? કોને આ ભેદ બતાવું ? વજીરને સંભળાવીને શું કરું ? એના કાન મારા શબ્દોને માટે ફૂટી ગયા છે, એના કાનમાં કેવળ એકલા ‘નગારે ઘાવ’ અને તોપો બંદૂકોના બાર જ સાંભળવાની શક્તિ રહી છે. એક છોકરીની ચીસ એને અંતરે નહિ પહોંચે. છોકરીને જિવાડનાર, એક-બે વાર ધવરાવી પણ લેનાર દૂધમાતા તરીકેનું મારું હૈયું એના બખ્તરને નહિ ભેદી શકે. પોતાના રાજા-પ્રભુની લાજ ઢાંકવા કદાચ એ તો મને ને એ છોકરીને બેયને દુનિયાની બહારનો માર્ગ બતાવવા તૈયાર થશે.

હું કોને જઈ કહું ? મા આશાપરાને ? એ કાંઈક બુદ્ધિ સુઝાડશે. એને દેરે જાઉં. કોઈ દિવસ નહિ ને તે રાત પડતાં માફ જોડાવ્યા વગર આશાપરાને થાનકે એ ઘી, શ્રીફળ અને પૂજાનો થાળ સાથે પગપાળા ચાલ્યાં. દેરામાં ઊભાંઊભાં એણે આશાપરાની મહેર માગ્યા કરી, પણ અક્કલમાં કશું અજવાળું પડ્યું નહિ.

એટલામાં એણે કોઈ બે જણને વાતો કરતા સાંભળ્યા. “કુંવરને ને વજીરને તો ખરેખરાની આંતરે ગાંઠ્યું છે. અબઘડી કુંવર ગામતરેથી ઘેર આવ્યા, અને બાપુને મેલ્ય પડતા ને બારોબાર વજીરને મળવા ચાલ્યા ગયા. વજીરબાપુ એને ભારી તાલીમ આપી રહ્યા છે. કુંવરને હાથે આ સોત ત્રીજી વાર ફોજ મોકલવાની ને વિષ્ટિ કરવાની અજમાયેશ કરી છે ને કુંવર વજીરબાપુની જ ધારેલી બાજી જીતી આવે છે. હડીઆણેથી આવીને કુંવર વજીરબાપુને મળવા બારોબાર ગયા. કહે કે પે’લાં મારા સદ્‌ગુરુ, પછી મારા બાપ.”

વજીરાણીએ દેરાની પ્રદક્ષિણા કરતે કરતે માતાની આંબલી હેઠ બેઠેલા માણસોના આવા બોલ સાંભળ્યા ને એણે જાણ્યું કે કુંવર પોતાને જ ઘેર ગયેલ છે. એ ઘેર જવા નીકળી તે પૂર્વે માતાની સામે છેલ્લી