પૃષ્ઠ:Sandeshika.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮


( અનુષ્ટુપ્ )


પ્રસ્તાવ ત્યાં પ્રતાપે તો દ્વંદ્વ્યુદ્ધ્તણો કીધો:
શુકતે તે શર શબ્દોથી ઉત્તર ભ્રાતને દીધો.......૪

દ્વંદ્વયુદ્ધે પડે બન્ને, શસ્ત્ર સૌ ચમકી રહે;
વીરહાકે ધરા ધ્રુજે, સાથીઓ નિરખી રહે.......૫

( શાલિનીમંદા )


દેહે દેહે ઝેર વ્યાપી ગયું છે,
રોમે રોમે શૌર્ય ઘૂમી રહ્યું છે,
ભ્રાતા ભ્રાતા સ્નેહસંબંધ ભૂલેઃ
શસ્ત્રે શસ્ત્રો, નભ ચમકતાં, આથડી હસ્ત ઝૂલે !.......૬

(મંદાધરા )


કૂદી કૂદી, ઉછળી ઉછળી, સિંહશું રંગ રાખે,
રાતા તાતા ઉભય કુંવરો યુદ્ધનૈપુણ્ય દાખે ;
ઊભા ઊભા અવર જન સૌ ધ્રૂજતા મીટ માંડે;
વૃક્ષો ધૃજે ઊભેલાં, અનિલ ઘુઘવતો ઘોર ત્યાં ઘેાષ પાડે...... ૭