પૃષ્ઠ:Sandeshika.pdf/૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.સંદેશિકા

સંદેશ

(ગરબી)


હૈયાના હોજ આ હેલે ચઢ્યા હો !
રેલે બ્રહ્માંડ રસધારા રે લોલ;
ઝીલો ઝીલાવો મનમહેલે, રસિકડાં !
નીતરે સંદેશ કંઈ ન્યારા રે લોલ.

ઊંડા આકાશની ખાણે ખોદીને
કાઢ્યા છે રત્નરૂપ તારા રે લોલ :
એવે તે આંગણે આવો, રસિકડાં !
પ્રાણે સમાવો ચમકારા રે લોલ !