એમાં કાંઇ ભાષા વા શૈલીની વિશિષ્ટતા. માત્ર રાજના વ્યવહારને
એમાં નિર્વાહ હાય છે ત્યાં ઉભયને ક્યાં અવકાશ હાય !
ગુર્જર ગદ્યસાહિત્યની ઉત્પત્તિ આપણા પ્રસિદ્ધ પ્રેમશાયાંકિત કવિ-
વર નર્મદાશંકરથી ગણી શકાય. ત્યારપછીના અરસામાં તે ઠીક
પ્રમાણમાં દૃષ્ટિગેાચર થવા માંડયું છે, પણ એમાં ખરેખરૂં સાહિત્ય
જેને કહીએ તે તે બહુ જ થેરું. સાથે સાથે નવીન પદ્યસાહિત્યની
પણ ઉત્પત્તિ થઇ અને તેમાં પણ એ જ પ્રમાણે સમજવું. કારણ એ
જણાય છે કે આમાં સ્વાયત્ત વા સ્વપ્રેરિત અંશ બહુ ઘેાડા હાય
છે. ઘણુંખરૂં પરપ્રેરિત એટલે પરદેશી વિચારાદિથી આવિષ્ટ હેાય છે.
અંગ્રેજી રાજ્યના અમલથી અને એમના સાહિત્યના અભ્યાસથી
૬૮ થએલી ભાવનાથી આપણું નવીન સાહિત્ય ઘણે ખરે અંશે
રંગાયલું જોવામાં આવે છે. આ રંગ કાંઈક કાળ તા બહુ જ ચઢયા,
પણ હમણાં હમણાંમાં એમાં ઉતરતાં પાણી થવા માંડયાં છે, પણ
હવે બીજા પ્રકારના સાહિત્યે એની જગ્યા લેવા માંડી છે. બંગાળી
લેખકેાનાં ભાષાંતરા અને અનુકરણે પુષ્કળ થવા માંડયાં છે. તેમાં
તેમની શૈલીનું પણ પુષ્કળ અનુકરણ થવા માંડયું છે. એતદ્દેશીય શુદ્ધ,
સાત્ત્વિક સાહિત્ય બહુ જ થાડું જોવામાં આવે છે.
આપણા પ્રાચીન સાહિત્ય તરફ હવે લેાકાની દષ્ટ જાય તે
ટીક. અંગ્રેજી સાહિત્યને અનુવાદ અને અનુકરણ ગુજરાતીમાં થયાં,
પણ તે ઘણે અંશે નિષ્ફળ નીવડયાં છે. લેાકે અંગ્રેજી ભણ્યા એટલે
મૂળને મુકીને અનુવાદને કાણ જુએ ? અંગ્રેજી રાજ્યની પ્રથમ
પચીસીમાં જ્યારે લેાકા બહુ ભણ્યા નહેાતા ત્યારે વખતે એને ખપ
માલમ પડે, પણ હવે તે એની બહુ જરૂર જણાતી નથી. પાશ્ચાત્ય
સાહિત્યની દરેક દિશામાં લોકેાની પ્રગતિ થવા માંડી છે, એટલે હવે
તેનાં ભાષાંતરા વા અનુવાદોની જરૂર જણાતી નથી. અત્યારે આ સ્થિતિ
છે. આવી સ્થિતિમાં સ્વાભાવિક રીતે આપણા પ્રાચીન સંસ્કૃત સાહિત્ય
પ્રતિ સાક્ષરેાની દૃષ્ટિ જાય એ સ્વાભાવિક છે, કારણ એમાં લાભ
ઘણા છે. એક તેા ભાષાન્તર કરવું વા અનુવાદ કરવા એ સહેલું પડે,
અને વિચારે તથા આશયેાની ઉત્કૃષ્ટતા અને ચમત્કૃતિમત્તાને લીધે
તેમ એતદ્દેશીય ભાવનાથી પરિપુષ્ટ હેાવાથી લેાકેામાં આદરણીય પણ
પ્રશ્ન માત્ર શૈલીને રહે છે.
Gandhi Heritage Portal
પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૫
Appearance
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
5