પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રઘુવંશ.
૩૭
 

રઘુવંશ ૩૭ કહેતા જાય. ઋષિને પણ આ વીરકુમારાને જોઈ જેટલેા આનંદ થશ્તા, તેટલા વનશાભા નિહાળી અને પક્ષીએનાં મધુર ગીતા સાંભળી થતા નહિ, આ પ્રમાણે ચાલતાં ચાલતાં વિશ્વામિત્ર બન્ને રાજકુમારા સાથે મદનવનમાં આવી પહોંચ્યા. ત્યાં આવતાં જ તાડકા નામની એક ભયંકર રાક્ષસીને ધાર અવાજ સંભળાયા. મહર્ષિ અગસ્ત્યના શાપથી આ રાક્ષસીનું રૂપ બહુ વિકૃત અને ભયંકર થઈ ગયું છે એમ વિશ્વામિત્રે રાજકુમારાને સમજાવ્યું. એટલામાં માણસની ખેાપરીનાં કુંડળ તથા આંતરડાને કદારા પહેરી, વૃક્ષાને પાડતી તાડકા દૂરથી આવતી જણાઈ. તે પાસે આવતાં જ રામ ઉપર હલ્લા કરવાને ધસી. રામે ક્યારનું કે પોતાનું ધનુણ્ સજ્જ કરી રાખ્યું હતું. પ્રથમ તે સ્ત્રી તરફ બાણુ મારતાં હેમને લા આવી, પરંતુ જ્યારે તે રાક્ષસીને પેાતાના તરફ જોસમાં આવતી જોઇ, ત્યારે હેમણે હેની છાતીમાં એક આણુ માર્યુ. રામબાણ વાગતાં જ તાડકા લેાહી આકતી નીચે પડી. ઘેાડી વારમાં હેના પ્રાણ નીકળી ગયા. રામની ચપળતા અને અદ્ભુત પરાક્રમ જોઇને ઋષિ પ્રસન્ન થયા અને હેમને રાક્ષસાને વિનાશ કરનારૂં એક દિવ્ય અસ્ર અર્પણ કર્યું. ત્યાર પછી તેએ ઋષિના આશ્રમે આવી પહોંચ્યા. પૂર્વે આ આશ્રમ વામન ઋષિના હતા. ઋષિના શિષ્યાએ રાજકુમારા સાથે ગુરુને સત્કાર કરી પૂજા કરી. હવે રામ અને લક્ષ્મણના રક્ષણ તળે રહી વિશ્વામિત્રે યજ્ઞને આરંભ કર્યો. પરંતુ યજ્ઞવેદિમાંથી ધૂમાડા નીકળતાં પહેલાં તે આકાશમાં રાક્ષસાનું સૈન્ય ગેાડવાઈ ગયું હતું. થોડી વારમાં યજ્ઞભૂમિ ઉપર લેાહીને વરસાદ થવા લાગ્યા. આ દશ્ય નિહાળી રામે પેાતાનું ધનુક્ સર્જે કર્યું અને તાડકાપુત્ર મારીચને એક વાયવીયાસ્ત્ર મારી નીચે પાડયા; અને બીજા એક બાણુ વડે રાક્ષસસેનાપતિ સુબાહુને વીંધી નાખ્યા. આ પ્રમાણે પેાતાના નાયકા માયાથી રાક્ષસસૈન્ય ભયભીત થઇ નાસી ગયું. ઋષિનેા યજ્ઞ શાંતિથી પૂર્ણ થયેા. આ વખતે જનકરાજાએ મિથિલામાં પધારવા વિશ્વામિત્ર ઋષિને આમ ત્રળુ મેાકલ્યું. રામને પણ જનકરાજાનું શિવ-ધનુણ્ જોવાની ઈચ્છા ઉત્પન્ન થઈ હતી. તેથી રાઆજા નુંમ ત્રણ સ્વીકારી ઋષેિ રાજકુમારને સાથે