પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
અંક ૨ જો
સાર-શાકુંતલ

પહાડના ઝરણનાં પાણી પાંદડાના ભેળથી કઠાણા કડવાં પીવા પડે ને સળીઆએ સેકેલું માંસ વિશેષે એવું ખાવાનું ને એ વળી નહિં વેળાસર ! ઘોડા પાછળ દોડતાં સાંધા સજ્જડ થઈ જવાથી રાતે પણ ઝંપીને સુવાતું નથી ! ને પોહ ન ફાટી તેટલે તો પક્ષીની પારધ કરનારા દાસીજણ્યા રાન રોકવાને બરાડા પાડવા મંડ્યાજ છેની, તેથી ઝબકી જાગુંછું. શું એટલેથીજ પીડા મારી પતી કે? રે ગેાડ ઉપર ફોલ્લો તેવું થયું !-

કાલે અમે પાછળ રહી ગયેલા ને રાજશ્રી મૃગની પાછળ લાગતાં આશ્રમમાં ભરાયા તો ત્યાં તાપસકન્યા શકુંતલા, ભોગ જાગ્યા મારા કે તેની દૃષ્ટિયે પડી – હવે નગરે જવાનું મન કેમે તે નહિ કરે ! આજે પણ તેનું જ ચિંતવન કરતાં ન મળી આંખોએ તેને વહાણું વાયું છે ! શું કરવું ? આચાર શૃંગારથી પરિવારીલે તો પછી તેને મળું.

(અહી તહીં ફરી જોઈ)

રે આ, હાથમાં ધનુષ્યબાણ ને કોટમાં વનફૂલની માળા એવી યવનીઓની વચમાં આણીગમજ આવેછે પ્રિય વયસ્ય ! ઠીક ઠીક, અંગભંગ વિકળ જેવો થઈ લાકડી ટેકી ઉભો રહું, એટલે નામનો એ વિસામો તો લેઊં ( તેમ કરે છે.)

(તેવે ઉપર કહ્યા પ્રમાણે રાજા આવે છે.)

રાજા— (સ્વગત) પ્રાપ્ત થવી સેલી નથી પણ મારૂં મન તેની ચેષ્ટા ભણી જાય છે અને ઇચ્છા પાર પડી નથી પણ બંનેના મન પ્રીતિ દાખે છે. પણ એ મારૂં કહેવું તો હસી કાઢવા જેવું છે. કેમકે-

જુએ સ્ત્રી બીજાને, તદપિ મુજને એહવું વદે,
નિતંબે ભારે જો હિંડતિ ધિમિ તો લ્હેકતિ મદે;
સખી સાથે છાની કરતિ ગુજ તો તે મુજ કહે,
કૃતી તેની સંધી નિજ ઉપર કામીજન લહે. ૨૬

વિદૂ૦— એ વયસ્ય ! મારા હાથ પગ લાંબા થતા નથી માટે માત્ર વાણી એજ ભણું છું, તારો જયજયકાર થાઓ.

રાજા૦— (જોઈને હસતાં) શાથી તારૂં ગાત્ર રહી ગયું ?

વિદૂ૦— એ તો શું પુછવું કે શાથી ! પોતેજ મારી આંખને આકળી કરેછે ને વળી આંસુંનું કારણ પુછેછે ?

રાજા— ખરે હું ન સમજ્યો, જૂદો શો અર્થ છે તે કહે.

વિદૂ૦— રાજ્યકાર્ય છોડી મનુષ્યનો સંચાર નહિં એવા ઘોર અરણ્યમાં