પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અંક ૩ જો
સાર-શાકુંતલ

મદન આટલું મેં કહ્યું રે, દયા ન આણે કાંઈ.–
સો સો સંકલ્પે વૃદ્ધિ પમાડ્યો, આમજ કરવું પ્રમાણ !
ચાપને ખેંચી કાન લગી તું, મુજપર મૂકે બાણ.–મદન ૪૦

(આટલું ઠીક છે)

મદન નિત્ય તું જો પીડે, મને ઉપજતું વહાલ. —ટેક.
મોટી ને વળિ ચંચળ જેની નેણ છે કામણગાર;
તેને માટે મારા પર તું બાણથી કરતો પ્રહાર – મદન૦ ૪૧

(ખેદયુક્ત અહીં તહીં ફરી)યજ્ઞસંબંધી કર્મ તો રૂડી રીતે ચાલેછે; હવે બ્રાહ્મણોની આજ્ઞા પામી શ્રમે વ્યાકુળ એવા મારા આત્માને ક્યાં વિનોદ પમાડું ? (નિસાસો મુકી) મારી પ્રિયાના દર્શન વિના બીજું કિયું વિનોદસ્થાન ? તો એનેજ ખોળી કાઢું, (સૂર્ય સામું જોઈ ) આ ઉગ્રતા૫ની વેળા તે ક્યાં ગાળતી હશે ! શકુંતલા સખીઓ સાથે ઘણું કરીને લતા મંડ૫વાળા માલિનીને તીરે હશે; હું ત્યાંજ જાઉં. (અહીં તહીં ફરી જોઈ ) જેમાંથી ફૂલો તોડ્યાં છે તે વજ્ર પાછાં બિડાયાં નથી ને ફૂલ ચૂંટતાં દાંડીમાં જે દૂધ ઝરેલું તે હજી તેવુંજ છે, તે વૃક્ષની કુંજમાં થઈને એ સુતનુ અમણાંજ ગઈ છે. વળી,

આગળથી ઉપડેલાં, પાછળ ઊંડાં નિતંબને ભારે,
પગલાં નવાંજ દીસે, ધોળી રેતી ચળકતિ તે દ્વારે. ૪૨

ઓ તે વૃક્ષડાળની પેલી મેર જોઉંછું તેને! (અહીં તહીં ફરી જોઈ) રે પામ્યો હું નેત્રનું પરમ સુખ ! મારા મનોરથને અતિપ્રિય એવી એ, ફૂલના આસનયુક્ત શિલાપાટ ઉપર પડેલી છે ને સખીઓ સેવા કરેછે. ભલે, હું એઓનું નિભ્રાંત બોલવું સાંભળીશ (એમ જોતો તે બેઠો)

(પછી શકુંતલા સખીઓ સાથે દેખા દે છે. )

સખી— (વા નાખતી) કમળપત્રને વાએ તને સુખ થાયછે બેન ?

શકું૦— પ્રિય સખિયો ! તમે શું મને વા નાખો છો ?

સખીઓ—(એકમેકના સામું જુએ છે.)

રાજા—( સ્વગત) શરીર અસ્વસ્થ હોય એવું દેખાયછે (વિતર્કે) શું એને લૂ લાગી હશે કે મારા મનમાં છે તે તેના મનમાં છે ? પણ એવો સંદેહ શા માટે?

છાતી પર વાળ કેરો શીતળ લેપ અતીસે;
કમળતંતુનું કડૂં કરે તે કરમાએલૂં દીસે;
વ્યથા છતે પણ વધુ પ્રિયાનું અધિક સોય કરૂં વીસ્મે;
ગ્રીષ્મ કે તાપજ સરખાં રમ્યપણું નહિ ગ્રીષ્મે. ૪૩