પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૩

"ઉઠો, બ્હેન, ઉઠો, મને ઐાષધ આપો.”

હજી કિશોરી ઉઠી નહી.

“બ્હેન–”

“ભાઈ તમે ખરેખર મ્હારા ભાઈ જ છો.”- આખરે હીમ્મત આવી -“ભાઈ, જમાલ પાસેથી મને છોડવી તેના કરતાં આજ મ્હારા ઉપર વધારે ઉપકાર કર્યો. અરેરે ! ઉજળે લુગડે ડાઘ બેઠો, હેં ! આ શું થઈ ગયું ? ભાઈ મ્હારા ભાઈ હવે મ્હારે જીવવું નકામું છે - અરેરે.” — રોતી રોતી આંસુભરી આંખે ઉચું જોયું -“હાય, હાય.”

“બ્હેન, ધીરાં થાઓ.”

“ભાઈ સોનાની થાળીમાં લ્હોઢાની મેખ ન ખમાય. મ્હારા જેવીને આટલું થયું ન વેઠાય. હું હવે કોઈને મ્હો શું બતાવીશ ?”

“લોક શું જાણનાર છે ? ઈશ્વર જાણે છે તે દયાળુ છે.”

"એ બધું ખરું પણ મ્હારાથી જ આ સ્હેવાતું નથી. હું તેને આજ આમ –”

"બ્હેન -”

“હું જીવનાર નથી -” છલકાતી આંખે અબલા ઉઠી બારણા ભણી ચાલી. વનલીલા ત્યાં ન હતી. સૌભાગ્યદેવી બારણાના ઉમ્મ૨ આગળ અંદર આવતી સામી મળી.

હાથ ખેંચી લીધો તે જોઈ, અને પોતાની પવિત્રતાની ખાતરી કરી આપનાર શબ્દો નવીનચંદ્ર બોલ્યો તે સાંભળી, વનલીલા સંતોષ પામી. તો પણ કિશોરી શો ઉત્તર દે છે તે જાણવાનું બાકી હતું. પરંતુ એટલામાં કુમુદસુંદરી ગાતી હતી તે અચિંતી બંધ પડી અને સારંગી પડી ગઈ તે ઉપર ધ્યાન જતાં વનલીલા એણીપાસ દોડી અને ખુરશી પર મૂર્છા પામેલી કુમુદસુંદરી પાસે “શું છે, ભાભી, શું?" કરી આસના વાસના કરવા લાગી. મીજાગરામાંથી એ જોતી હતી તે સૌભાગ્યદેવીએ પોતાની મેડીમાંથી જોયું; અને કોઈને ન ગાંઠનારી ઉન્મત્ત પુત્રીને ઠપકો આપવા, લોકવાયકા રખેને સાચી તો નહી હોય તે જાણવા, વનલીલા પાસે ચોકશી કરવા, અને એવા હજારો હેતુથી, પુત્રી પર ચ્હીડાતી દુઃખી થતી કુટુંબ કલંકિત થયાનો ભય રાખતી સૌભાગ્યદેવી નવીનચંદ્રવાળી મેડી આગળ દુ:ખ અને રોષભરી આવી; પણ વનલીલાને ગયેલી જોઈ અને કિશોરી જ આંસુ વર્ષાવતી સામી મળી તેથી પોતાનો તર્ક ખોટો હશે એમ ધારતી પણ આ શું હશે એનો વિચાર કરતી દેવી પુત્રી સામું પળવાર ધારીને જોઈ રહી અને મ્હારી વાત ઉઘાડી જ પડી એવું