પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪

સામાની સાથે સામી ન થતાં તેને અનુકૂળ થઇ જઇ તેને એવું તો વશ કરે કે કંઇ વાત નહી. !"

પોતના દેખતાં પોતાની સ્તુતિ થતી જોઇ ગુણસુંદરી શરમાઇ જઇ ગુંચવારામાં પડી કંઇક વિનયસૂચિત ઉત્તર દેવાનું કરતી હતી. માનચતુર તે ચેતી ગયો અને તેને બોલતી અટકાવવા, હસતો હસતો એના સામું જોઇ બોલ્યો:

"ગુણસુંદરી, ઉતાવળ ન કરશો. આ કંઇ તમારી પોતાની સ્તુતિ છે એમ સમજી ફુલાઇ ન જશો હોં ! આ તો તમારી નામરાશિ છોકરી આપણા ઘરમાં કેટલાંક વર્ષ ઉપર હતી તેની વાત છે, એ છોકરીને તો તમે દીઠેલીએ નહી. ક્‌હો - તમારી આંખે તમે એને દીઠેલી ? - હા - બાકી ચાટલામાં જોઇ હશે." સઉ હસી પડ્યા.

"તમારી તો હવે મ્હારે નિન્દા કરવાની છે, તે તમારે સાંભળવી પડશે - વડીલ નિન્દા કરે તે તો સાંભળવી જ જોઇયે કની?"

ડોસાએ પોતાનું કથાસૂત્ર ફરી ઝાલ્યું, "ચંદ્રકાંત, શી કહિયે વાત? મ્હારા ભર્યા ભાદર્યા ઘરમાં કોઇ કંઇ બોલ્યું હશે, કોઇએ કાંઇ મ્હેણાં દીધાં હશે, કોઇએ પાડ ઉલાળ ગણ્યો નહી હોય, કોઇ ખડક્યામાંથી ખશી ગયું હશે, કોઇનું નચાવ્યું નાચવું પડ્યું હશે, પોતાને વાસ્તે આણેલી સારી ચીજ કોઇ પટકાવી પડ્યું હશે, કોઇએ કાયર કાયર કરી મુક્યાં હશે, અને આવાં આવાં કેટલાંક વર્ષ ગયાં હશે, પણ ગુણસુંદરીનો નથી ઓઠ ફરફડ્યો કે નથી એમણે મ્હારા વિદ્યાચતુરને કાંઇ જાણવા દીધું ! વિદ્યાચતુરને તો એમણે રોજ પોતાની હરકતોથી અજાણ્યો જ રાખ્યો છે, એમનાં દુઃખ સુખ એ કદી જાણવા પામ્યો જ નથી, ને કુટુંબનાં દુઃખ કેવાં હોય છે તેનો તો એ બીચારાને અનુભવ જ થવા દીધો નથી - સ્વપ્ન સરખું પણ આવવા દીધું નથી ! ! કેવી વાત ? આ તે કંઇ સ્ત્રીનું સ્ત્રીપણું ? બીજી કોઇ સ્ત્રી એમની દશામાં હોય તો રોઇ રોઇને ધણીને નીરાંતે સુવા ન દે અને સંસારનું દુઃખ શું છે ને પરણીને પસ્તાવું તે શું તેનો પુરેપુરો અનુભવ કરાવી દે. એનું નામ તે સ્ત્રી કે પોતાના દુઃખનો પતિને ભાગિયો કરી દે. અને આ અમારા ગુણસુંદરી તો એકલપેટાં જ ! બધું દુઃખ જાતે વેઠ્યું, કોઇને કહ્યું પણ નહી, સૌ વાતમાં ઘુંટડા ગળી ગયાં, પોતાના દુઃખમાં કંઇ ભાગ વિદ્યાચતુરને આપ્યો નહી અને સૌ દુઃખ જાતેજ