પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪

ભાળીને ચાલવું, જો કાલે લાગ ન ફાવ્યો તો જન્મારે ન ફાવ્યો સમજવો – પછી ધીરપુરની આશા મુકવી. મ્‍હારા શૂરાઓ ! મ્‍હારા આટઆટલા વખત થયાં સુખદુ:ખના સાથિયો ! મ્‍હારી સાથે તમે ઝાડોમાં ને જંગલોમાં આથડ્યા છો; મ્‍હારે માટે તમે કાંટાઓમાં ચાલ્યા છો અને નદીના કાદવમાં કળતા કળતા લ્‍હડયા છો. આ ઉઘાડા આકાશ તળે શિયાળા ઉન્‍હાળાના ત્‍હાડતડકા ખમવામાં કસર નથી રાખી. ઉપર વરસાદ મુસળધાર અને નીચે કીચ કાદવ તેમાં તમે ભમ્યા છો. સાવજની ગર્જના સાંભળી કંપ્યા નથી અને તેના ભયંકર પંઝાને તમારાં બાળકો વશ થયાં છે. પંદર પંદર દિવસ ભુખે રહ્યા છો અને વગર દુકાળે દુકાળ વેઠ્યો છે. નહી ઘરના, નહીં બ્‍હારના; નહી સ્ત્રીના – નહી માબાપના – એમ આટલાં વર્ષ ક્‌હાડ્યાં છે – તેનો બદલો હું શી રીતે વાળનાર હતો? પણ એ બધી દશામાંથી છુટવાનો વખત આવ્યો છે, તે કોણ નથી સમજતું ? આટલું કર્યું તો હવે એટલું જ વધારે કરો કે એક પળમાં શત્રુ વશ થાય અને તમને સુખ આપવાનો મ્‍હારો વારો આવે ! ! ! જે અમ્બે ! જોગણી માયા ! આજ ત્‍હારે અમારી ઓથ કર્યા વિના ચાલે એમ નથી. જોગણી ! અંબા ! ભવાની ! બોલો, જે !”

"અમ્બે માત કી જે"- ચારે પાસ બુમ ઉઠી અને અંધકાર વીંધાઈ કંપવા લાગ્યો.

આ બુમની સાથે સર્વ મંડળ હર્ષવાર્તાનો ગણગણાટ કરતું બ્‍હાર નીકળ્યું અને ચારે પાસ વેરાઈ ગયું. મનહરપુરીની ગરીબ અજ્ઞાની વસ્તી ઘણી વખત આ મંડળને અંહી મસાલો સાથે મળતું ને હોંકારા કરતું જોતી પણ જુના કાળમાં પોતાની નગરીની કોઈ સેના આ ભૂતાવળીરૂપે મળતી હશે એમ વાતો કરી અદ્દભુત આશ્રર્ય પામતી. આ કારણથી આ બ્હારવટિયા ભૂતાવળીમાં લેખાતા અને તેઓ જ ત્યાં મળતા હશે એવી કોઈને શંકા થતી ન હતી.

થોડી વારમાં વડતળે અંધકારનો તંબુ હતો તેવો પાછો પથરાઈ ગયો. માત્ર વાઘજી અને શંકર મહારાજ અંધકારમાં ભૂત પેઠે ઉભા રહ્યા.

“વાધજીબાપુ, ભાઈની યુક્તિ ફાવી. કુમુદસુંદરીથી એમની દાઢ સળકી રહી છે તે બાપા જાણતા નથી.”

"શંકર, એ હું સમજયો છું. મ્‍હારાથી ધીંગાણાને ઠેકાણે હવે