પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦

સામું જેઈ દુ:ખબા પણ બેસી રહેલી. ડેાસો વધારે ક્રોધમાં આવી ત્યાંથી ચાલ્યો અને પરસાળ ભણી ગયો તો ત્યાંની મેડીમાંથી ગાનચતુરનું ગાયન સંભળાયું અને નીચે ચંડીકા હીંચકા પર સુતી હતી તેની સાથે હાથમાં સાવરણી લેઈ ચંચળ વાતો કરતી હતી તે બેમાંથી કોઈએ વાતના રસમાં ડોસાને દીઠો નહી. ગજર ભણી જાયછે તે સુન્દર બીચારી એકલી ઘડીમાં સુવાવડીનું ઔષધ તૈયાર કરે અને ઘડીકમાં ઘોડિયામાંના બાળકની સંભાળ રાખે, અને ગુણસુંદરી ખાટલામાં સુતી સુતી ભુખે પેટ ડાબતી સુન્દરને સૂચના આપે. ક્રોધ હતો તેમાં દયા ઉમેરી ડોસો પરસાળ બ્હાર નીકળ્યો તો અગાશીમાં છોકરાં ધમ્મમામુક્‌કી કરે, ઘરનું બારણું ઉઘાડું તેમાં આવી શેરીનું કુતરું જીભ ક્‌હાડી હાંફતું હાંફતું ઉભેલું, અને બારણે સામે કુવો હતો ત્યાં પાણી ભરવા ગયલો ચાકર કોઇની સાથે ગપાટા મારે. ડેાસો, કુતરાને હાંકી, બારણું વાસી, ધર્મલક્ષ્મીની ઓરડી ભણી ગયો. ડોસી દેવસેવામાં હતાં. દ્‌હાડો ઘણો ચ્હડ્યો હતો તેથી દેવના દીવામાંથી ધી અને વાટ બે થઇ રહ્યાં હતાં, દીવો ઘેર ગયો હતો, અને દ્‌હેરાસર પરના પાટિયાપર ડોશી રુ, ધી, અને દીવાશળી શોધતાં હતાં અને ડોસો બારણામાં ઉભો હતો તેના ભણી એની પુઠ હતી. સઉની રીસ ડોસાએ ડોસી ઉપર ક્‌હાડી. બોલ્યા ચાલ્યા વિના વગર ન્હાયલા ડોસાએ દ્‌હેરાસરના પાલખાને અડકી બધા દેવ ઉપાડી લીધા અને પોતાનો ધસારો માલમ ન પડે એવી રીતે નીકળી જઈ ઘરના ટાંકા આગળ જઈ તેમાં દેવને પધરાવવા વિચાર કર્યો પણ કાંઈક વધારે શાંત વિચાર થવાથી તેમાં ન નાંખતાં પાણી પીવાની ગોળીમાં બધા દેવને નાંખી દેઈ છાનોમાનો પોતાને ઠેકાણે જઇ સુઇ ગયો અને શું તાલ થાય છે તે જોવા લાગ્યો.

ડોસાડોસીના સ્વભાવમાં ઘણીક જાતનો ફેર હતો. છતાં તેમનો સંસાર નિર્માલ્ય ન હતો. ડોસો ન્હાનપણમાંથી બુદ્ધિવાળો હતો; અને કાંઇ પણ કામમાં પડે તે તેને આવડી જતું; એટલુંજ નહી, પણ તેની સાથે જે કામ હાથમાં લે તે ત્વરાથી આટોપવા પર તેની દૃષ્ટિ ર્‌હેતી અને તે કરી દે તે શીવાય તેને જંપ વળે નહી. કામ કરવા બેસે તે પ્રસંગે ગમે તે હરકત આવે તેને દૂર કરતાં કદી આચકો ખાતો નહી; પછી તે હરકત કોઇના સ્વભાવની હો કે પોતાના સ્વભાવની હો,દૈવી હો કે માણસની હો, ધર્મની હો કે નીતિની હો, સ્વાર્થની હો કે પરમાર્થની હો – ડોસાને મન તો એટલી જ વાત કે તે હરકત દૂર કરી ધારેલા અર્થ સિદ્ધ કરવો. માણસના સ્વભાવની હરકત આવે