પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨
“ બ્રાહ્મણી શમતી બ્રહ્મમાં રુવે વૈશ્યાણી-“પિયુ પરદેશ,”
“ રજપુતાણી જાણું ન - કંથ માહ્યરો રોતો કે હસતો વેશ?
–રજ૦

અંતે રાણી મન બળવાન કરી સામી ઉભી રહી અને હાથ જોડી બોલીઃ “મહારાજ, મળ્યાં તે ખરું ને મળીશું તે ખોટું, અવકાશ હોય તો દાસીયોગ્ય કાંઈ આજ્ઞા આપો તેને પુત્ર વિનાની હું પુત્રની પેઠે પાળીશ.”

મલ્લરાજની આંખ આ વચનથી કાંઈક સજળ થઈ રાણીને માથે હાથ મુકી માથું છાતી સરસું ડાબી બોલ્યોઃ “ મ્હારાં ગૃહરત્ન ! ભાવી આગળ કાંઈ ક્‌હેવાનું નથી. આપણ રજપુતો જેવા પડે તેવા દઈએ. હું વિદ્યમાન હઈશ તો તો ત્હારે કંઈ પુછવાનું નથી. હું ન હઉં ને કાંઈ પુછવું હોય અથવા પુછ્યા વિના સાંભળવાનો પ્રસંગ આવે તો બ્રાહ્મણ જરાશંકર અને ક્ષત્રિય સામંત મ્હારાં પરખેલાં અને વિશ્વાસુ છોરાં છે અને એ બે ઉપરાંત ત્રીજું ત્હારૂં શાણપણ છે - રજપુતના ઘરમાં રજપુતાણી ડાહી એ જગજાણીતી વાત છે.”

“મહારાજ ! એ આજ્ઞા હું પુત્ર પેઠે પાળીશઃ ” છુટી પડી મેના રાણી બોલી.

“મને તે વાતનો પૂર્ણ વિશ્વાસ છે. રાણી ! પુત્ર નથી તેનો અસંતોષ ન રાખવો.”

“મહારાજ ! તમારો વારસ જેને ઈશ્વરે ઘડ્યો હશે તે જ થશે. આપ છતાં મ્હેં અધિકાર ઈચ્છ્યો નથી તો આપની પાછળ ઈચ્છું એ અશક્ય છે, ધિક્કાર છે તે ક્ષત્રિયાણીઓને કે જે અધિકારને લોભે અથવા કોઈ પણ કારણથી પોતાના સ્વામીના રાજ્યાસન પર પરાયાં બાલકોને બેસાડે છે ! એ રંડાઓ વ્યભિચારિણી સ્ત્રીયો કરતાં વધારે દુષ્ટ છે. મહારાજ જે સ્ત્રીના માથાનું છત્ર ગયું છે તેને સંસારની વાસના ર્‌હે છે તે તેના સ્વામી સાથના સંસારમાં કાંઈ ન્યૂનતાને લીધે. અને તેથી વિશેષ પોતાના નીચ કુળના સંસ્કારને લીધે. મહારાજ, મ્હારા સંસારમાં આપે ન્યૂનતા રાખી નથી. મ્હારું કુળ પરમ શુદ્ધ અને ઉચ્ચ છે. મહારાજ, માથાનું છત્ર જતાં સંસારમાં શું બાકી ર્‌હે છે ? એવી સ્ત્રીને પુત્રનુંયે પ્રયોજન શું છે અને રાજ્યનુંયે શું છે ? મહારાજ, વધારે બોલવું તે ખુશામત જેવું દેખાય છે ને