પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૦

કર્યો હતો. ભીમસેન રાક્ષસીને પરણ્યો હતો અને અર્જુને નાગકન્યાને પરણ્યો હતો. બ્રાહ્મણોની વિદ્યા બ્રાહ્મણી જ હોય છે, પણ ક્ષત્રિયો સર્વ લોક અને સર્વે દેશની વિદ્યાઓને ઘરમાં વસાવે છે.”

જરાશંકર – “આ સર્વનો મર્મ આપના મનમાં શો છે ?”

મલ્લરાજ – “ઈંગ્રેજ સાર્વભૌમ થયા તે કાળે તેમની વિદ્યાને વરવી – એ આપણું કર્તવ્ય એ આપણી વિદ્યા ભણી પ્રજાને સુખી કરે; ઈંગ્રેજ વિદ્યા ભણી પરવશ ન રહે – એ હવે રત્નનગરીનાં રાજાઓના ધર્મ.”

જરાશંકર વિચારમાં પડ્યો.

મલ્લરાજ – “કેમ વિચારમાં પડ્યો ?”

જરાશંકર માથું ખંજવાળવા લાગ્યો.

“મહારાજ, રાજનીતિ બહુ ગુંચવારા ભરેલી છે.”

મલ્લરાજ – “શી રીતે ?”

જરાશંકર – “ઈંગ્રેજી ભણશે તે કુલાચારને નહીં ગાંઠે, ઉદ્ધત થશે.”

મલ્લરાજ–“ રજપુતોને સ્વધર્મ એ કે જયાચાર સાધવો ને તે અર્થે કુલાચાર કાલોચિત ન હોય તો ફેરવવો. જરાશંકર, રજપુતો કોઈના નહીં તે કુલાચારના થશે એટલે દાસપણું પામશે. મોઘલ બાદશાહોનાં ઝનાનામાં, રજપુતોએ કન્યાએ મોકલી તે બાદશાહોને જીતવા માટે. આપણા રાજાઓ દીલ્હી નગરનાં પરાઓમાં સેનાઓ લેઈ ર્‌હેતા હતા અને બાદશાહો ઉપર અમલ ચલાવતા હતા. તો રજપુતો અને હીંદુઓ આજ હયાત છે.”

જરાશંકર – “એ તો શિવાજીનો પ્રતાપ – શિવાજી ન હોત તો સુનત હોત સબકી.”

મલ્લરાજ – “બેનો પ્રતાપ. સામ દામ ભેદ અને દંડ ચાર જુનાં અને બીજાં નવાં - સર્વ સાધન આ કાળમાં સાધશે તે જીતશે. એક સાધન ઓછું રાખ્યું તો રજપુતો પાછા હઠ્યા, બીજું સાધન શિવાજીએ ન રાખ્યું તો એની પાછળ બ્રાહ્મણો થયા અને બ્રાહ્મણોની પાછળ ઈંગ્રેજ થયા. જરાશંકર, રાજવિદ્યાના લોભી પુરુષો સર્વ જાતનાં અસ્ત્રશસ્ત્ર વસાવે છે ને પ્રસંગે કામ લાગે તે વાપરવા સજ્જ રહે છે"

જરાશંકર - “પણ પ્રાચીન માર્ગ ત્યજવાના આ માર્ગની મર્યાદા દેખાતી નથી. મહારાજ ! આ દિશામાં નદીનું પૂર વાળો તો મર્યાદાનો